પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૧૫૪ સંસ્કૃત સાહિત્યની કથાઓ હારી જાતને અપરાધી ગણીશ નહિ. હારૂં જે ચિત્તભ્રમણ થયું હતું, તે હે કાંઇ જાણી જોઇને કર્યું ન હતું. જ્યારે મેનકા પેાતે અપ્સરાતીર્થમાંથી ઉતરી પાછી વળતી હતી તે વખતે હેના જાણવામાં આવ્યું કે શકુન્તલા મહાસકટમાં આવી પડી છે, ત્યારે એના મનમાં મ્હાટી ચિંતા ઉત્પન્ન થઈ. પછી એ એને અહીં લઈ આવી અને અદિતિને સોંપી. પાછળથી એને જેને હું ધ્યાનમાર્ગે સમજી ગયેા કે હું આ બિચારી ધર્મ પ્રમાણે ચાલનારી તપસ્વિનીને છાંડી હેનું કારણ દુર્વાસા ઋષિને શાપ હતા, તેથી જ, કાંઈ ખીજા કારણથી નહિ; અને તે શાપ આ અંગુઠી દીઠેથી મટવાના હતા. હવે હમારે બન્નેએ મનમાં જરા યેશકા રાખવાની જરૂર નથી. હમે સુખી થઇને ધર્મકાર્ય કરે. દુષ્યન્ત અને શકુન્તલા ઉભયને આથી અપૂર્વ આનંદ થયા. રાજા લેાકનાં મ્હેણાંમાંથી મુક્ત થયા તેથી હેના મનમાં દુ:ખને ભાર હલકા થ્યા. શકુન્તલા પણ મનમાં વિચાર કરવા લાગી: “ અરે ! શી દૈવની ગતિ! પ્રાણનાથે મ્હારા ત્યાગ કર્યાં હતા તે કાંઇ વગર કારણે કર્યાં ન હતા. શાપ થયા એમ મ્હને સાંભરતું નથી, પણ શાપ થયે હશે અને હયાસનીએ મ્હે તે જાણ્યા નહિ. મ્હારી સખીઓએ મૂક્યું ' તું કે જો હારા ભર્તો હને ભૂલી જાય, બતાવજે. તે એ જ કારણથી હશે ! હતે એવું કહી તે હેને વીટી “રાજન ! આ બાળક હારા વશની પ્રતિષ્ઠા છે. એમ જાણજે કે એ હારી પેઠે ચક્રવતી રાજા થશે. અરણ્યનાં સર્વ જીવ- જન્તુએનું એ દમન કરે છે માટે એનું નામ સર્વદમન પાડયું છે. પાછળથી એ સમગ્ર જીવનને ભતો થઈ ભરત નામથી પ્રસિદ્ધ થશે.’’ ઋષિએ બાળક વિષે જણાવ્યું. ‘‘ ભગવન ! જ્યારે આપેજ અને સંસ્કાર કર્યો, તેા હવે અમારી પણ એને વિષે મ્હાટી ઉમેદ રહે છે.” રાળએ નમ્રતાપૂર્વક કહ્યું. તરત જ ઋષિએ કણ્વ અને મેનકાને પણ આ શુભ સમાચાર મેાકલાવ્યા. છેવટે કરયપ ઋષિએ કહ્યું: “ ભાઇ, હવે હમે સ્ત્રી તથા પુત્ર સાથે ઇન્દ્રના રથમાં બેસી રાજધાનીએ સિધાવેા, અને ચિર જીવ રહી સુખી થાશે. ’’ જેવી ભગવાનની આજ્ઞા એમ કહી રાા ઉયેા અને સ્ત્રીપુત્ર સાથે ઈંદ્રના રથમાં એસી રાજધાની તરકે જવા નીકળ્યેા. Gandhi Hertage Portal ,,