પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

(૫) કુમારસંભવ યાને તારકાસુરવધ પ્રકરણ ૧: ઉમાજન્મ અને સેવાના આરંભ MARA ઉત્તર દિશામાં દેવતારૂપ પર્વતરાજ હિમાલય વિરાજે છે. હેનું વિશાળ કલેવર પૂર્વ-પશ્ચિમ સમુદ્રને અડીને રહેલું હાવાથી તે જાણે પૃથ્વીને વિસ્તાર માપવાની પટ્ટી ન હોય ! એમ સ્વાભાવિક ભાસ થાય છે. પૂર્વે સર્વ પર્વતેએ ભેગા મળીને આ હિમાલયને વત્સ, અને મેરુને દોગ્ધા ( દૂધ દોહનાર, ગેાવાળ ) બનાવી ગેારૂપ ધારણ કરેલી પૃથ્વીનું દોહન કરી તેજસ્વી રત્ના અને દિવ્ય ઔષધિઓ નીપજાવી કાઢી હતી. આ પર્વતરાજ અનત રત્નેની ખાણ હાવા છતાં હેના પર હમેશાં રહેલા બરફના ઢગલાએથી હેની શેાભામાં યત્કિંચિત પણ ન્યૂનતા આવતી નથી; કારણ કે જેમ ચદ્રનાં શ્વેત કિરામાં રહેને! ડાઘ સ્પષ્ટ દીસતે નથી, તેમ અનેક ગુણાના રાશિમાં આવેા એકાદ દાબ ખાસ દોષ તરીકે દૃષ્ટિગેાચર થતું નથી. હિમાલય ઉપર અનેક ધાતુએ આવી છે, હેમાં વાદળાંનાં ધાળાં પડવાથી અકાલ સધ્યા થઈ રહે છે. આ પર્વત એટલે ઉંચા છે કે વાદળાં હેના મધ્યભાગ સુધી આવી રહે છે. એ વાદળાંની છાયા નીચે બેસી અનેક સિદ્ધ સાધુએ તપશ્ચર્યા કરે છે. સિંહેાના હાથે હણાયલા અનેક ઉત્તમ હાથીએનાં ગંડસ્થમાંથી પડેલાં તેજસ્વી મેાતીએના આધારે કિરાત લેાકા સિંહના માર્ગ શેાધી કાઢે છે. ત્યાં અનેક ભૂક્ષેા આવેલાં છે. હેની છાલ ઉપર વિદ્યાધર સુંદરીએ ધાતુરસ વડે પ્રણય-લેખેા લખે છે. ત્યાં ડાલતાં અનેક વાંસનાં વનેામાં સુસવાટા મારતા પવન ગાયન ગાતા કિન્નરાનાં જોડાંએને સૂર આપી રહ્યા છે. ત્યાં થાકબંધ ઉગેલાં દેવદાર વૃક્ષામાંથી ઝરતા રસને લીધે વ્હેનાં શિખરેા સુગધિમય બન્યાં છે. અનેક તેજસ્વી આધિએના પ્રકાશમાં કેટલાંયે સુખી જોડાં પર્વતગુફાએમાં વિહાર કરે છે. ખરેખર, પર્વતરાજ તે પર્વતરાજ જ છે ! ચમરી ગાયેા પેાતાની ચંદ્રકિરણ જેવી શ્વેત ચમરી ( પૂછડાં ) આમ તેમ હલાવી પર્વત- રાજતે પવન ટાળે છે. ભાગીરથીનાં જલબિંદુથી શીતળ અનેલેા