પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
 

રઘુવશ કરતાંની સાથે આ શુભલક્ષણા નન્દિની આવી પહેાંચી; તેથી હું ધારૂં છું કે મારી કાર્યસિદ્ધિ હવે દૂર નથી. હું તને વિધિ હમને કહું છું તે પ્રમાણે કાલથી જ વ્રતને આરંભ કરેઃ કેવળ ફળમૂળને આહાર કરીને મારે સતત આ ગાયની સેવામાં તત્પર રહેવું પડશે. એ ચાલવા માંડે એટલે હમારે ચાલવું; એ ઉભી રહે એટલે હમારે ઉભા રહેવું; એ બેસે ત્યાર પછી મારું બેસવું; એ પાણી પીએ ત્યાર પછી હમારે પાણી પીવું. દક્ષિણાએ પ્રાતઃકાળમાં ગાયની પૂન્ન કરી હેને તપેાવન સુધી વળાવવા જવું, અને સાંજે તે ચરીને આવે ત્યારે હેને સામા લેવા જવું. અન્નેએ સયમધર્મ પાળવા. આ રીતે નન્દિની પ્રસન્ન થાય ત્યાં સુધી હમારે એનિષ્ઠાથી હૈની સેવા કર્યાં કરવી. રાજદંપતીએ સવ વિધિ કબુલ કરી અને વ્રતની દીક્ષા લીધી. ઋષિએ બતાવેલી પટીમાં હેમણે દર્ભની શય્યા ઉપર રાત્રિ ગાળી. સવારમાં વિદ્યાર્થીએને વેદાચાર થતાં તેએ ઉયાં અને પ્રાતઃકર્મથી પરવારી ગાયની સેવામાં હાજર થયાં. સુદક્ષિણાએ ઋષિના કહ્યા પ્રમાણે ગન્ધમાલ્ય વડે યથાવિધિ નન્દિનીની પૂજા કરી, વાછરડાને ધવડાવ્યું અને ચરવા માટે હેને છેડી. ગાયની પાછળ પાછળ રાજપતી ચાલવા લાગ્યાં. જ્યારે ગાયે તપા- વન મૂકી અરણ્યને રસ્તે લીધે, ત્યારે સુદક્ષિણા પાછી ફરી અને એકલેા રાજા તે ગાયની પાછળ ચાલ્યેા. પેાતે ગેાસેવામાં દાખલ થયેલેા હાવાથી, હેણે રાજ્યમાંથી સાથે આણેલા ચેડા તાકરેને પણ રજા આપી, અને પેાતે અનન્યભાવથી ગાયની સેવા કરવા લાગ્યા. કામળ હરિયાળુ ઘાસ દેખે, તે રાજા તરત તે ઉપાડી કલ્લા કરી ગાયના મુખમાં મૂકતા; ડાંસ વગેરે જગલી જતુઓને તે વારવાર ઉરાડતા; ગાયના શરીરના કૈાઈ ભાગમાં ખંજવાળ આવે તે તે જગ્યાએ હેને આરામ થતા સુધી ખણુતે અને પરંપાળતા. રાજા ગાયને કાઇ પણ રસ્તે દોરતે નહિ, પરંતુ વ્હેને સ્વચ્છંદ વૃત્તિથી જવા દેતે અને પેાતે હેની પાછળ પાછળ ચાલ્યેા જતે. ગાય ચાલે તા રાજા ચાલતે, ઉભી રહે તે ઉભા રહેતા, એસે તે એસતે, પાણી પીએ તે। પાણી પીતેા. આ પ્રમાણે ગાયના પડછાયાની માફ્ક રાજાએ Gandhi Heritage Portal