વશ ૧૧ આવવા લાગી, હેનું શરીર ભરાવા લાગ્યું. રાજાએ પેાતાની સંપત્તિ અનુસાર યથાવિવિધ પુંસવન, સીમન્તાન્નયન આદિ ધામિક ક્રિયાએ કરી. નવ માસ પૃ થતાં અને દશમેા માસ બેસતાં, એક શુભ ચાઘડીયામાં રાણીને પુત્રરત્નને પ્રસવ થયેા. બાળકના તેજથી સૂતિકગૃહના દીવા ઝાંખા પડી ગયા. તે દિવસે સર્વત્ર આનંદ આનદ થઇ રહ્યા. આકાશ સ્વચ્છ હતું, અને મન્દ મન્દ સુખદ પવન વાતેા હતા—જાણે કુદરતને પણ આનંદ જ લાગતા હાય ! રાજાએ બ્રાહ્મણેાને તથા ગરીબેને અનેક પ્રકારનાં દાન આપ્યાં. તે દિવસે કેવળ રાજમદિરમાં નૃત્ય ગાન થયાં એટલું જ નહિ, પરંતુ દેવસભામાં પણ નૃત્યગાન વગેરે આનંદનાં ચિન્હા પ્રદર્શિત થતાં હતાં. ખાળકનું સુંદર મુખારવિંદ નિહાળીને રાજાના હર્ષને પાર રહ્યા હિ. હેનું નામ રઘુ’ રાખવામાં આવ્યું. ધીમે ધીમે બાલક મ્હોટા થયા અને કાલા કાલા શબ્દો એલવા લાગ્યા. હૅને ખેાળામાં લઇને ચુમ્બન કરતાં રાજાને વાત્સલ્ય રસના સાક્ષાત્કાર થયા. હેના અંગના શીતળ સ્પર્શથી રાજાના અંગે અગમાં અમૃત રેડાતું. જ્યારે બાળક પાંચેક વર્ષના થયા, ત્યારે હેને વિદ્યાધ્યયન માટે ગુરુઓને સ્વાધીન કરવામાં આવ્યા. તે કુશાગ્ર બુદ્ધિ હતા, તેથી થાડા જ વખતમાં હેણે અનેક વિદ્યાઓના પરિચય કરી લીધા. અસ્ત્રવિદ્યા તેા મંત્રસહિત રાજા પાસેથી જ તે શીખ્યા. સર્વ વિદ્યાનું આકલન કર્યા પછી હેણે યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. તે વખતે હેનું શરીર મનેાહર, ગંભીર અને બલવાન દેખાતું. રૂપવતી અને સુશિક્ષિત રાજ- કન્યાએ સાથે હેનું લગ્ન કરવામાં આવ્યું; અને હેને યોગ્ય ઉમરે આવેલે જાણી દિલીપરાજાએ હેને યુવરાજ બનાવ્યા અને ઘણા વખત સુધી પેાતે ધારણ કરેલી રાજની ધુંસરી હેના ગળે પહેરાવી. હવે, દિલીપ રાજાને રાજય યજ્ઞેા કરવાની ઇચ્છા થઇ. હેણે એક પછી એક એમ નવ્વાણું યને કર્યા પછી સામા યજ્ઞને આરંભ કર્યો. યજ્ઞને પવિત્ર અશ્વ છૂટા મૂક્યા અને હેની પાછળ રઘુ એક વિશાળ સૈન્ય લઇ ચાલવા લાગ્યા. ‘ તે રાજાના સૈા યજ્ઞ પૂરા થશે, તે તે ઇંદ્રપદને અધિકારી થશે’ એમ સ્વમાં કેંદ્ર રાજાને ભય લાગ્યા, તેથી તે છૂપા વેશે આવીને, કાઈના જાણવામાં ન આવે એવી રીતે યજ્ઞના અને ઉપાડી ચાલતે થયે.. યુવરાજ અને સમગ્ર સૈન્ય, Gandhi Heritage Portal