પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૪૮ સંસ્કૃત સાહિત્યની કથાએ પણ યશેારક્ષા કરવી એમ હેમણે નિશ્ચય કર્યો. તરત જ ત્રણે ભાઈ- એને ખેલાવી પેાતાનેા નિશ્ચય જાહેર કરી હેમણે કહ્યું,

આપણા પવિત્ર સૂર્યવંશને કલક લાગે એ મ્હારાથી સહન થઈ શકે એમ નથી. હું જે કે જાણું છું કે જનકતનયા નિદૈોષ છે, તે પણ લેકમત તરફ્ ધ્યાન આપવું મ્હને વધારે યાગ્ય લાગે છે. આ ઉપરથી એમ માનવું નહિ કે રાવણને વધ મ્હે નિરર્થક કર્યો. ના; એ તે કેવળ વેર લેવા માટે હતેા. જો ને જીવતેા રાખવા હેાય તે મ્હારા આ નિશ્ચયની વચમાં આવશે નહિ એવી મ્હારી પ્રાર્થના છે.’ ત્રણે ભાઇએ ચિત્રવત્ ઉભા રહ્યા; કાઈની પણ અનુમેદન આપવાની કે નિષેધ કરવાની હિંમત ચાલી નહિ. પછી રામે સીતાને વાલ્મીકિના આશ્રમમાં મૂકી આવવા લક્ષ્મણને આજ્ઞા કરી. જ્યેષ્ઠ ભ્રાતાની આજ્ઞા માન્યા સિવાય લક્ષ્મણ- ને બીજો માર્ગ ન હતા. હેણે રથ આણીને ઉભા રાખેલેા જ હતા. તરત જ સીતાને ખેલાવી રથમાં બેસાડયાં, અને હૈયું કાણુ રાખી રથ હાંકી મૂક્યા. અરણ્યના રમ્ય પ્રદેશેામાં રહેવાને પેાતાને મનેારથ પરિપૂર્ણ થવાથી સીતાને આ વખતે આનંદ લાગતા હતા, પણ તે આનંદ વધારે સમય ટકવાના ન હતા. ગગાને કિનારે રથ આવી પહોંચ્યા. લક્ષ્મણે રથમાંથી સીતાને ઉતારી એક નાવડામાં બેસાડી. બન્ને જણાં ગંગાને સામે કાંઠે ઉતર્યા. હવે, લક્ષ્મણે હાથ જોડી ગળગળા થઇને રામચદ્રની આજ્ઞા સીતા- દેવીને કહી સંભળાવી. જેમ એક ભયંકર વાવાઝાડેાથી એકાદ ઝાડ ઉખડી પડે, તેમ લક્ષ્મણના શબ્દો સાંભળતાં સીતા મૂર્છા ખાઈ જમીન પર પડયાં. સુખ દુઃખથી અભિન્ન દશામાં તે ઘેાડી વાર શબવત્ પડી રહ્યાં. અંતે મૂછો વળી અને તે જાગૃત થયાં. હેમણે રામને વાંક ન કાઢતાં પોતાના જ નસીબને! વાંક કાઢ્યા અને પેાતાની જાતને વારંવાર ધિક્કારને પાત્ર ગણી. લક્ષ્મણે સાંત્વના આપી અને વાલ્મીકિના તપાવનનેા માર્ગ દૂરથી બતાવ્યા. પોતે ગદ્ ગદ્ થઇ કહેવા લાગ્યા, “દેવિ ! જ્યેષ્ઠ બંધુની આજ્ઞાથી મ્હારામાં આટલી કઠોરતા આવી છે; માટે મ્હને ક્ષમા કરશે. હું પરાધીન છું.’ લક્ષ્મણે આંસુથી હેમનાં ચરણ પલાળ્યાં. વ્હેને ઉઠાડી સીતાએ કહ્યું: “ વત્સ ! એમાં હારા દેખ નથી. તું આજ્ઞાંકિત બંધુ છે. ઘેર જઇ Gandhi Heritage Portal