પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રઘુવંશ.
૪૯
 

રઘુવંશ મ્હારી સાસુએને મ્હારા નમ્ર પ્રણામ જણાવી મ્હારા ગભને શુભા- શિષ આપવા કહેજે; અને મહારાજાને પણ મ્હારા આટલા સંદેશા પહોંચાડજે: ‘ અગ્નિમાં પરિશુદ્ધ થયા છતાં પણ, લોકેાક્તિથી હીને, મ્હારા આમ ત્યાગ કરવા એ શું હમારા પ્રાચીન કુળને છાજે છે? હમારા જેવા બુદ્ધિમાન માણસે સ્વચ્છંદતાથી મ્હારા ત્યાગ કર્યો હાય એમ હું માની શકતી નથી. ખરેખર મ્હારાં પૂર્વ જન્મનાં દુષ્કર્મી- નું જ આ ફળ હોવું જોઇએ એમ હું ધારું છું. રાક્ષસૌથી ભયભીત થઇને જે ઋષિપત્નીએ મ્હારે શરણે આવતી, હવે તમારા જીવતા છતાં પણ, હું હેમને શરણે જાઉં એ કેટલું લારપદ છે ! અરે રે! હમારી પ્રજા મ્હારા ઉદરમાં છે તેથ આ દુ:ખી દેહને પણ હું ત્યાગ કરી શકતી નથી ! પ્રસૂતિ થયા પછી, હું ઉંચા હાથ કરી નારાયણની પ્રાર્થના કરી એવું તપ આચરીશ કે જેથી આવતા જન્મમાં હમે જ મ્હારા પતિ થાએ, પણ આ વિયેગ જરા યે રહે નહિ. વર્ણાશ્રમનું પાલન કરવું એ રાજાને ધર્મ છે. તે પ્રમાણે હવે ખા તપસ્વિની માફક મ્હારૂં પણ હમારે રક્ષણ કરવું જોઇશે. સૂર્ય- 22 ૪૯ સીતાને સંદેશા લઈ લક્ષ્મણ પાછા વળ્યા. પ્રથમ તે રહેતી પાછળ પાછળ સીતા એકી ટશે જોઇ રહ્યાં, પણ જ્યારે તે દેખાતે બંધ થયા, ત્યારે તે છાતીફાટ રડવા લાગ્યાં. ચાતક ઝાડપાન અને પશુપક્ષીઓને પણ જાણે દુ:ખ થતું હોય તેમ તે સઘળાં નિશ્ચેષ્ટ થઇ ઉભાં રહ્યાં. આ કરુણ રુદન સાંભળી વાલ્મીકિ ઋષિ ત્યાં આવી પહોંચ્યા. સીતાએ આંસુ લૂછી નાંખી હેમને વંદન કર્યું. ઋષિએ ધ્યાનથી હેની સ્થિતિ જાણી લીધી અને આશીર્વાદ આપી કહ્યું : “પુત્રિ ! લેાકાના મિથ્યા આરેાપથી હીને રામચંદ્રે હારા ત્યાગ કર્યો છે, તેા કાંઈ હરકત નહિ. આ હારા પિતાનું ઘર છે એમ નણી અહી સુખેથી રહેજે. હારા પિતા જનક, અને સસરા દેશ- રથ એ બન્ને મ્હારા પરમ મિત્ર થાય હા. કોઇ પણ જાતને રાખ્યા વિના અહીં સત્સમાગમમાં રહેજે. હારી પ્રકૃતિને સંસ્કારા પણ વિધિપૂર્વક અહીં જ કરવામાં આવશે. અહીં તમસા નદીના ભાડામાં દેવતાઓનું પૂજન-અર્ચન કરવાથી હારૂં ચિત્ત પ્રસન્ન રહેશે. મુનિકન્યાએ નવાં નવાં પુલકુળ લાવી હારી સેવામાં હાજર રહેશે. કેડે ધડા લઇ આશ્રમનાં વૃક્ષાને નિત્ય પાણી પાવાથી હારી ભય Gandhi Heritage Portal