પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

'

સંસ્કૃત સાહિત્યની કથા ગાયન પૂરૂં કરી માલિવેકા પડદા તરફ જતી હતી. પરંતુ રાજાને હેના દર્શનને વિશેષ લાભ મળે એ હેતુથી વિદૂષકે હેને એકદમ અટકાવી કહ્યું: ‘ હેન, ઉભી રહે. તું કઈકે ભૂલી છે, તે હું કહેવા માગુ છું.” તે ઉપરથી ગુણદાસે માલિકાને જતી અટકાવી. રાણીથી રહેવાયું નહિ. તેથી તે એકદમ એકલી ઉઠ્ઠી: “ અરે ગણુદાસ, મૂર્ખ · ગૈાતમ( વિદૂષક )ના કહેવા તરફ પણ હમે ધ્યાન આપેા છે ! ' ગણદાસે નમ્રતાપૂર્વક જણાવ્યું: રાણીસાહેબ, એમ મા એલેા. મહારાજના સંસ^થી હેનામાં પણ વિદ્વત્તા સંભવી શકે. ( વિદૂષક તરફ ) આ, કહેા, આપને શું કહેવાનું છે?’’ વિષકે જણાવ્યું: ‘ નહિ, હું હમણાં નહિ કહું. પહેલાં ભગ- વતી કાશિકીને કહેવા ઘેા. પછી મ્હેં જે ભૂલ શોધી કાઢી છે તે હું જણાવીશ. ’’ પરિત્રાજિકાએ ઉત્તર આપ્યાઃ “ વાહ, ગણદાસ, કામ તેા બીલકુલ સુંદર થયું છે. માં જરા યે ખેડ કે ખાંપણ રહી નથી. હૅના અભિનયે। પણ બરાબર અને અનુકૂળ હતા, એમાં લગારે શંકા રહેતી નથી. ” રાજાએ પણ જણાવ્યું: ગણુદાસ, હરદત્ત તરફનું અમારૂં અભિમાન આજ ઉતરી ગયું છે. કામ બહુ જ સુંદર થયું છે. રાણીએ પણ ગણદાસને ખાસ અભિનન્દન આપ્યું. આથી તે ધણે! સંતુષ્ટ થયા. પછી હેણે વિદૂષકને ભૂલ અતાવવા માટે કહ્યું. વિદૂષકે હસતાં હસતાં જણાવ્યું: ‘જુએ આચાર્યજી, શિક્ષણનું આ પ્રથમ પ્રદર્શન હતું માટે સાથી પહેલાં મારે બ્રાહ્મણ- ની પૂજા કરવી જોઇએ. એ હમે અહીં ભૂલી ગયા. કેમ ભૂલ ખરી કે નહિ ? C.C પરિત્રાજિકાએ કહ્યું: “વાહ! દોષ તે બહુ જ ખારીક બતાવ્યા લાગે છે! વિદૂષકે ઉત્તર આપ્યાઃ “અરે ! તું પાંડિત્યનું અભિમાન રાખે છે! લાડૂના કડકા કરતાં તેા હુને આવડતા નથી, તે તું શું સમજે? આ મ્હાટા લાંબા શ્વેત ચકિરણ જેવા વાળથી તું આ બધાને ઠ્ઠીવડાવે છે કેમ ? હેનું કથન સાંભળી સૈા હસી પડયાં સાવિકા પણ ખીલતા કમળની માફ્ક મન્ત્ર હાસ્ય કરવા લાગી. ૮ પણ જો આપ સર્વને સતેાષ જ થયેા હેાય, ' વિદૂષકે આગળ ચલાવ્યું, તે। આ હું હેતે પારિતેાષિક આપું છું. ” એમ કહી તે રાજાના હાથમાંથી સાનાનું કડુ ઉતારવા લાગ્યા. Heritage Portal