પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કુ૦— સખી અનસૂયા ! પ્રિયવંદાએ વલ્કલ ઘણુંજ તાણીને બાંધ્યું છે તેથી હું સિકડાઈ ગઈ છું તો તું ઢીલું કર લગાર.

( કરેછે. )

અન૦— કરું છું હો !

પ્રિયંવદા— ( હસતાં ) એ તે તારી કાયા વધે છે તેથી; એને વધારનારૂં જે તારૂં જોબન તેનો વાંક કાડની, મારો શું કરવા કાડે છે ?

રાજા— (સ્વગત) ખરૂં બોલી એ.

ખભઓ ઉપર ઝીણી ગાંઠ બાંધેલિ એવે,
ઉરજ ઉભય ઢાંકીનાખતે વલ્કલે એ,
અભિનવવપુશોભા પુષ્ટિ તો નાજ પામે,
જ્યમ કુસુમ છુપાયું પત્ર પાકેલમાંહે; ૧૫

પણ નહિ, આમ-

શકું૦— (આગળ જોઈ) તે કેસર વૃક્ષ વાએ પ્રેરિત પલ્લવરૂપ અાંગળીએ ત્વરાએ તેડે છે મને, તો હવે હું તેની સંભાવના કરું.

( ત્યાં જાય છે. )


પ્રિયં૦— અલી શકુંતલા ! ક્ષણભર ત્યાંજ ઊભી રહેજે.

શકું૦— કેમ વારૂ ?

પ્રિયં૦— લતા સાથેજ હોયની એમ કેસર વૃક્ષ ભાસે છે.

શકું૦— હવે તો ખરી પ્રિયંવદા તું.

રાજા— (સ્વગત) પ્રિયંવદા પ્રિય બોલી ને વળી તથ્ય; એમજ છે–

અધર કુંપળને રંગ મોહેછે,
કુમળી ડાળી જેવા બાહુ સોહેછે;
અંગે વ્યાપ્યું જોબન ઝળકે છે,
પુષ્પ પેરે જોઈ મન સળકે છે. ૧૭

અન૦— બેન શકુંતલા ! આ સ્વયંવર વહુ અાંબાની જેને તેં વનજ્યોત્સ્ની નામ આપ્યું છે તેનેજ વિસરી જાય છે ?

શકું૦— એને વિસરું તો હું પોતાને પણ વિસરૂં (વેલી વેલી પાસે જઈ જોઈ)સખી ! રમ્યકાળમાં વેલી તથા વૃક્ષનો સમાગમ થયો છે; વન