પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
અંક ૨ જો
સાર-શાકુંતલ

મારી સામી દૃષ્ટિ રાખી,
વલ્કલ લે હાથ નાખી,
ઝાડવે ભરાયું દાખી રે – પાતળીએ તો ૩૩

પણ તે પરવશ છે, ને ગુરુજન પણ ત્યાં નથી.

વિદૂ૦— તો ખાવાનું ભાથું રાખી ચાલ, તેં તપોવનને ઉપવન કીધું હું જોઈશ.

રાજા— સખા ! કોઈ કોઈ તપસ્વીઓ મને ઓળખે છે તે જાણી જાય, તો કિયે મિષે આપણે આશ્રમમાં જઈ રહેવું ?

(પડદામાં) આહા ! કૃતાર્થ થયા આપણે.

રાજા— (કાન દેઈ) અરે ! ધીર પ્રશાંત સ્વર ઉપરથી તપસ્વીઓ આવ્યા છે એમ જણાય છે.

( પડદામાં ).

એણે ઓ આશ્રમ શુભ કર્યો તે ભર્યો સર્વ ભેાગે,
ને સંચે એ તપફળ નિતે લોકકલ્યાણયોગે;
ગંધર્વોએ ગરજિત કર્યો 'રાજ' છે પૂર્વ એવો,
પુણ્ય: શબ્દ: 'ઋષિ' વશિતણો સ્પર્શતો સ્વર્ગ તેવો. ૩૪

તપસ્વીઓ— રાજા ! તારો વિજય થાઓ.

રાજા— (હળવે ઉઠી) હું અભિવંદન કરૂંછું.

તપ૦— સ્વસ્તિ. (ફળ આપે છે.)

રાજા— (પ્રણામ પૂર્વક લેઈ) આવવાનું પ્રયોજન સાંભળવા ઇચ્છું છું.

તપ૦— રાજા અહિં આવ્યો જાણી તપસ્વીઓ પ્રાર્થના કરેછે.

રાજા— શી આશા કરે છે ?

તપ૦— ઋષિ કણ્વ અમણા અહિં ન હોવાથી રાક્ષસો યજ્ઞકર્મમાં વિઘ્ન કરે છે માટે તારે આયુધ તથા સારથી સહવર્તમાન થોડા દહાડા અહિંજ વાસ કરવો.

રાજા— અનુગ્રહ થયો મારો.

વિદૂ૦— (હળવે) એ પ્રાર્થના તો તને ઠીક અનુકૂળ આવી ગઈ.

રાજા— (મંદ હસીને) પ્રતિહાર ! સારથીને મારી આજ્ઞા કહે કે ધનુષ્યબાણ સાથે રથ વહેલો લઈ આવે.

પ્રતિ૦— આજ્ઞા, મહારાજ !

તપ૦— (હરખાઈ)

આરતવાળાં જનનાં છત્ર અભયના હતાજ દીક્ષિત તે,
પૌરવ પૂર્વજ તારા, તું પણ તેમજ કરે રૂડું નિત્યે ૩૫