પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૩ જો
૧૯
સાર-શાકુંતલ

પ્રિયં૦— (હળવે) અનસૂયા ! પેલા રાજર્ષિને પ્રથમ દીઠો ત્યારથીજ શકુંતલા વ્યાકુળ થઈછે, તો તેના નિમિત્તનો પણ આ સંતાપ હોય.

અન૦— (હળવે) મારા હૈયામાં પણ એજ સંશય ઊઠ્યોછે; હું એને પૂછું છું(પ્રગટ) બેન શકુંતલા ! મારે પુછવું છે કાંઈ તારા સંતા૫વિષે.

શકું૦— (પાસું મરડી સામું જોયછે.) સખી બોલ, શું પૂછવું છે તારે ?

અન૦— અમે મદનની વાતમાં સમજતાં નથી પણ ઈતિહાસ નિબંધોમાં કામિજનની અવસ્થા સાંભળી છે તે સરખી તારી અમે જોઈયે છિયે, તો કહે, આ સંતાપવિકાર કોણ નિમિત્ત છે ? રોગ જાણ્યા વિના ઓસડનો આરંભ થઈ શકતો નથી.

રાજા— (સ્વગત) અનસૂયાને પણ મારાજ જેવો તર્ક ઊઠ્યો છે.

શકું૦— (સ્વગત) મારો આવેગ તો બળવાન છે પણ તે હું સહસા જણાવી શકતી નથી.

પ્રિયં૦— બેન શકુંતલા ! અનસૂયા સાચું પૂછે છે ; તું તારા રોગને ગણકારતી કેમ નથી ? તું દહાડે દહાડે સૂકાતી જાયછે, માત્ર અંગની લાવણ્યભરી છાયા તને છોડતી નથી.

રાજા— (સ્વગત) પ્રિયંવદા ખરું કહેછે.

મુખ પડ્યું બહૂ ગાલ બેસતે
છબિ ફિકી ખભા છે નમેલ તે;
કઠિણતા ઉરે તો તજી વળી,
કટિ થઈ ગઈ છેક પાતળી;
મદન પીડથી એ પિલાય છે,
ઉભય શેાચ્ય ને દર્શનીય છે;
દિસતિ જેવિ કે માધવીલતા,
સ્મરષિ વાયુએ પત્ર શોધતા. ૪૪

શકું૦— ( નિસાસો મૂકી ) બીજા કોને કહીશ તમને નહિં તો ? પણ તેથી હું તમને શ્રમ આપતી થઈશ.

સખીઓ— બેન એટલાજ માટે અમારો આગ્રહ છે, સ્નેહીજને ભાગમાં લિધેલું દુ:ખ વેદના ખમાય તેવું થાય છે.

શકું૦— જ્યારથી તપોવનની રક્ષા કરનારા તે રાજર્ષિ (મારી નજર?) માં આવી ગયા(એટલું બોલી લજવાઈ ગઈ)

સખીઓ—પ્રિય સખી ! બોલ બોલ.