પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
સાર-શાકુંતલ


(__)પોતાને વિષે સૂચક એવું કાંઈ મનમાં યેાજ સુંદર પદબંધમાં -સખી ! હું યેાજુ પણ અનાદરથી બીતું વળિ કાંપેછે મારૂં હઈડું.

રાજા—(સ્વગત) એ શંકા શું કરવા ?

તે આ ઉભો સંગ ઈછંત તારો,
શંકે ભિરૂ ! જેથકિ તુચ્છકારો;
શ્રિયાર્થિ લાભે થિય વા ન લાભે,
શ્રિયે ઈછેલા યમ હોય આધે ? ૪૬

સખીઓ— અરે ઓ નિજગુણને વખોડનારી ! એવું તે કોણ હોય કે શરીરને સુખ આપનારી શ૨દ ચાંદ્રણીને લુગડાનો આડો પડદો કરી વારી રાખે ?

શકું૦— (મોઢું મલકાવી) ત્યારે હવે તમારી આજ્ઞાએ હું કરૂં છું.

રાજા— (સ્વગત)ખરે નિમિષ કરવાં વિસરી ગયેલી એવી અાંખે હું પ્રિયાને ન્યાળું છું એ યોગ્ય જ છે.

પદો રચંતાં એની એક ભ્રુકુટી રહી ઉંચી એવૂં.
મુખ રોમાંચિત ગાલે કહે છે રાગી મુજપર મન કેવૂં ! ૪૭

શકું૦— સખી ! મેં ગીતી જોડી તો ખરી પણ લખવાનું સાધન પાસે નથી.

પ્રિયં૦— પોપટના પેટ જેવાં કુમળાં કમળપત્ર ઉપર નખેવતી પાડેલા અક્ષર કર.

શકું૦— (એમ કીધા પછી) સાભળો સંગતવાર અર્થ છે કે નહિં તે.

સખીઓ— સાંભળિયે છિયે.

શકું૦—(વાંચે છે)

તુજ નવ જાણું હઈઉં પણ રે નિર્દય દિવસ અને રાત્ર,કૂડો કામ તપાવે તુમાં મનોરથ કરતિતણાં ગાત્ર. ૪૮

રાજા— (સ્વગત) મારે દેખા દેવાનો ખરો સમય છે. (સહસા વસી આવી)

હે તનુગાત્રી તૂને મદન તપાવે મને બહૂ બાળે,
શશિને મ્લાન કરે દિન પણ તેટલું ના કુમુદિનિને ગાળે. ૪૯

સખીઓ— (રાજાને જોઈ હરખમાં ઉઠી) સ્વાગત છે વણ વિલંબે સિદ્ધિ પામતા મનોરથને !

શકું૦— (રાજાને જોઈ ઉભી થવા જાય છે.)

રાજા— થયું થયું. શ્રમે ઉઠવું શું કરવા ? એથી શું વધારે છે ?

{{મધ્ય ખંડ|ફુલસજ્જા ચાંપતાં તંતુ છુંદાએ થયાં સુગંધાળાં,
ગાત્ર ધિકેલાં તાવે યોગ્ય ન કરવે વિવેકના ચ(__)

અન૦— મહાભાગ ! આ શિલાપાટ ઉપર એક પાસ બેસ (__)