પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
સાર-શાકુંતલ


રાજા — (બેસેછે).

શકું૦— (લજિજત બેસી રહેછે.)

પ્રિયં૦— મહાભાગ ! તમારા બંન્યોનો પરસ્પર અનુરાગ પ્રયક્ષ દેખાય છે તો પણ સખીનો સ્નેહ મને બહુબોલી કરી બોલાવે છે.

રાજા— ભદ્રે ! સંકોચ મા રાખ, કહેવાનું તે ન કહ્યાથી પસ્તાવો ઉપજાવે.

પ્રિયં૦— પોતાના દેશમાં વસનારાં પીડિતજનની આરત રાજાએ હરવીએ એનો ધર્મ છે.

રાજા— એથકી બીજો.

પ્રિયં૦— આ અમારી પ્રિય સખી તમારે ઉદ્દેશે કામથી આ અવસ્થાંતરને પોંતી છે તો, એના જીવિતનું અવિલંબે રક્ષણ કરવું તમને ઘટે છે.

રાજા— ભદ્રે ! એ માગવું તો પરસ્પર છે, અવશ્ય તમારો મારા ઉપર અનુગ્રહ જ છે.

શકું૦— (પ્રિયંવદાની સામું જોઇ) અંત:પુરને વિરહે ઉત્કંઠિત એવા રાજર્ષિને ખેાટી કરવે શું ?

૨ાજા

સુંદર નેનાળી, હૈડે વસનારી !
હેડું તારામાં આસક્ત મારૂં –સુંદર૦
એમ છતે જો બીજું કંઈ વિચારે,
ઘવાયો છું કામે વળી પાછો થાઉં-સુંદર૦ ૫૧

અન૦— રાજાઓને બહુ વલ્લભા હોય છે એવું સાંભળ્યું છે તેથી વિનંતિ કરવાની કે આ અમારી પ્રિય સખીને માટે એનાં સંબંધીજનો દુઃખી ન થાય તેવી રીતે એને નિભાવવી.

રાજા— ભદ્રે ! બહુ કહે શું ?

સ્ત્રિયો મારે બહૂ તો એ પ્રતિષ્ઠા બે થશે ભલી;
સમુદ્રવસ્ત્ર શી પૃથ્વી સખી તમારી આ વળી. ૫૨

સખીઓ— હવે અમે નિશ્ચિંત થયાં.

પ્રિયં૦— (આંખનો અણસારો કરી) અનસૂયા ! આ ઉત્સુક મૃગબાળક આણીકોરે દૃષ્ટિ માંડીને પોતાની માને ખોળેછે, ચાલ, એને એની માતા સાથે ભેગું કરીએ.

(બંને ઉઠીને જાય છે.)

શકું૦— (વ્યાકુળ થઈ) અરે હું અશરણ છું, તમો બેમાંથી એક તો અહીં રહો.