પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૩ જો.
૨૩
સાર-શાકુંતલ


સખીઓ— પૃથ્વી શરણે જેને તે તો તારી કનેજ છે.

(ચાલી જાય છે.)

રાજા— ચિંતા મા કર, આ તારું આરાધન કરનારો જન તારી પાસેજ છે.

ગમે દુ:ખમાં તેવે ને વળી થંડે,
કરૂં વા તુને હૂં પદ્મપત્રપંખે;
ગેાળજંઘે ! પદ રક્તપદ્મ જેમ,
ચાંપું અંકે લઈ થાય સૂખ તેમ. ૫૩

(જવા માંડેછે.)

શકું — નહિ કરું પૂજ્યનો અપરાધ હું.

રાજા— સુંદરી ! દિવસ આકરો છે ને આવી તારી અવસ્થા છે.

દુ:ખે સહે એવું અંગ, જઈશ તું તડકે શીપેરે.–ટેક.
ઉઠીને ચાલી રે તજી સજ્યા ફુલની જેહ;
વળી કમળદળનૂં કર્‌યું ઓઢણ ઉરનૂં તેહ- જઈશ તું૦ ૫૪

શકું૦— પૌરવ ! રાખો, રાખો વિનય. કામે ધિકેલી છું પણ હું મારી જાતની ધણી નથી.

રાજા— વડીલનું ભય ન રાખ; તે ધર્મ જાણે છે. દોષ નહિ કાઢે.

વળી રાજર્ષિકન્યાઓ સાંભળી પરણી ઘણી,
ખરે વિવાહ ગાંધર્વે સમ્મતિ ત્યાં પિતાતણી. પ૫

શકું૦— મૂકો અમણા મને, વળી હું સખીઓને પૂછું છું.

રાજા— વારૂ મુકું છું.

શકું૦— ક્યારે ?

રાજા— સુંદરી !

અસ્પર્શ કોમળ ફુલનવાંનો ભ્રમરથી ત્યમ હૂં ખરે,
ઉસુકથકી તવ અધરનો લેવાય રસ હળું તાહરે. ૫૬

(મુખ ઉંચું કરવા જાય છે કે.)

શકું૦— (લજ્જાએ પાછું લેઈ લેવા જેવું કરેછે.)

(પડદામાં) ચકવી! ફરીથી મળજે, પણ અમણાં તો તારા ચકવાની આજ્ઞા લઈલે રાત પડવા આવી.

શકું૦— (ગભરાઈ જઈ) પૈારવ ! ખરે આર્યા ગૌતમી આવે છે, મારાં શરીરનું વૃત્તાંત જાણવાને, તો ઝાડને ઓથે થઈ રહો. (રાજા તેમ કરે છે)

સખીઓ— અહીં, અહીં આર્યા ગૌતમી !

ગૌતમી— બેટા તારો તાવ કાંઈ ઓછો છે કેની.