પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક્ ૪ થો
૩૩
સાર-શાકુંતલ


કણ્વ— (શકુંતલાને જોઈ) બેટા ! હવે તુને શિખામણ દેઉછું. અમે અરણ્યવાસી છતે લોકરીતિ જાણનારા છિયે.

શારં૦— ભગવન ! બુદ્ધિમાનને કોઈપણ વિષય અજાણ્યો નથીજ.

કણ્વ— પતિને ઘેર ગયા પછી

સેવા તું કર પૂજ્યની પ્રિય સખીવૃત્તી સપત્નીવિષે,
સ્વામી દે અપમાન તો પણ કદી મા થૈશ સાંમી રિસે;
સ્નેહાળી વળિ રેહ સેવક પ્રતી ફૂલૈશ મા વૈભવે,
એ રીતે ગૃહિણી ઠરે યુવતિ ને આડી દહે કૂળને. ૭૭

ગૌતમીબાઈ તમે શું કહો છો ?

ગૌતમી— વહુજનને આટલી શિખામણ બહુ છે બાપુ ! તું ખરે હૈયામાં રાખજે, ભૂલીશ મા.

કણ્વ— બેટા ! આવ મને તથા સખીજનને ભેટી લે.

શકું૦— તાત ! શું હવે મારી સખીઓ પણ અહીંથી જશે કે ?

કણ્વ— બેટા ! એઓને પણ પરણાવી દેવીછે તેથી એઓ તારી સાથે આવે એ યુક્ત નથી; તારી સાથે ગૌતમી આવશે.

શકું૦— (ભેટીને) મલયપર્વતના તટઉપરથી ચંદનલતા ઊખડી પડે તેમ હું તાતને ખોળેથી ખસીને દૂરદેશ જઈ પડનાર તો હવે મારો જીવ કેમ રહેશે ?

કણ્વ— તું કેમ આમ અકળાય છે ?

બહુ કુટુંબના ભર્ત્તાની સ્ત્રી સ્તુત્ય પદે મંડાઈ,
વડે વૈભવે નિત્યે તેનાં કાર્યોમાં ગૂંથાઈ;
દિશા સૂર્યને તેમ પુત્રને પવિત્ર પ્રસવી ત્વરાઈ.
દુ:ખ વિરહનું મુજરે બેટી ગણીશ નહિ તું કાંઈ. ૭૮

શકું૦— તાત ! વંદન કરૂંછું.

કણ્વ— બેટા ! જે હું ઈછું છું તે તુને થાઓ.

શકું૦— બેન ! એવું બંને મને સાથેજ ભેટો.

સખીઓ— બેન ! એવું બને કે તે રાજા તને ઓળખે નહિ તો તેનાં નામની તેની મુદ્રિકા તેને દેખડાવજે.

શકું— આ તમારો સંશયે મારૂં હૃદય કાંપેછે.

સખીઓ— મા બીહ, અતિ સ્નેહે ભયની આશંકા થાય.

શારંગ૦— ભગવન્ ! સૂર્ય ચાર હાથ ચઢ્યો તો બાઈને ત્વરા કરાવો.

શકું૦— (વળી ભેટી આશ્રમ સામું મોડું કરી) હે તાત ! કયારે પાછું વન જોઈશ?