પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
અંક ૩ જો
સાર-શાકુંતલ

શાર૦— શારંગરવ ! તું હવે મા બોલ; ને શકુંતલા ! કહેવાનું તે અમે કહ્યું; એ એમ બોલે છે પણ હવે એને વિશ્વાસ પડે એવું ઓળખનું તારે જે કહેવાનું હોય તે કહે.

શકું૦— (સ્વગત-મોડું એક કોરે કરી) આ અવસ્થાને પામ્યા પછી તેને સંભારી આપવે પણ શું ? હવે તો મારે પોતાનેજ શોક કરવાનું રહ્યું, (પ્રગટ) આર્યપુત્ર ! (સ્વગત) પણ પરણ્યાનોજ સંશય છે તો એને એ પ્રકારે બોલાવવો ઉચિત નથી. (પ્રગટ) પૌરવ ! પ્રથમ આશ્રમમાં સ્વભાવે ભોળા હૃદયની એવી જે હું તેને કેટલુંક વચન આપી ભોળવી લીધી ને પાછળથી અાવે અક્ષરે પાછી કાઢો છો એ તમને યોગ્ય નથી.

રાજા— હર હર હર !

શાંત પાપ એ થાઓ,
પા૫વાણી સંભળાવ મ સુંદરી. –શાંત૦
શું તું ઇચ્છે છે રાજકૂળને કલંગ લાગે એવૂં,
વળી પાડવા મુજને વહેલી નદી કરે છે જેવૂં–
નિજતટને એ લેઈ જતાં તો સ્વચ્છ નીર વણસાડે,
વળી વધારી બળ મોટાં સૌ તરૂને તોડી પાડે. –પા૫૦ શાંત૦ ૯૬

શકું૦— ખરેખર જે પરસ્ત્રીની શંકાએ તમે આ પ્રમાણે વર્ત્તો છો તો કોઈપણ એંધાણી આપી તમારી શંકા નિવારણ કરીશ.

રાજા૦— એ ઉત્તમ પ્રકાર છે.

શકું૦— (આંગળી સામું જોઈ) અરે રે મુદ્રિકા વિનાની મારી આંગળી !

(ખેદે ગૌતમીના સામું જોય છે.)


ગેૌતમી૦— શચીતીર્થનું વંદન કરતાં તારી આંગળીએથી તે નિકળી પડી હશે.

રાજા૦— (કાંઈક હસીને) સ્ત્રિયો ગતકડાંમાં કુશળ કહેવાય છે તે આમજ,

શકું૦— એમાં તો ભાગ્યે પ્રભુત્વ દાખ્યું, પણ બીજું કહુંછું.

રાજા૦— સાંભળિયે છિયે.

શકું૦— એક દિવસ નવમલ્લિકાના મંડપમાં પાણીભર્‌યો કમળનો દડિયો તમે તમારા હાથમાં નોતો લીધો શું ?

રાજા૦—સાંભળિયે છિયે.

શકું૦— મેં પુત્ર કરીલીધેલો મૃગબાળ તત્ક્ષણ પાસે આવ્યો તેને તમે દયા આણી પાવાને લલચાવ્યો પણ તેણે પરિચય નહિ માટે તમારે હાથે પીધું નહિ, પછી જ્યારે દડિયો મેં હાથમાં લીધો