પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૫ મો
૪૩
સાર-શાકુંતલ


પુરો૦— પ્રસવ થતાં લગી એ અમારે ઘેર રહેશે; તું પુછીશ કે કેમ, તો પૂર્વે સાધુઓએ આશીર્વાદ દીધો છે કે તારો પહેલો પુત્ર ચક્રવર્તી થશે માટે જો મુનિપુત્રીને તેવા લક્ષણનો પુત્ર થાય to એનો આદર કરી અંતઃપુરમાં પ્રવેશ કરાવવો; નહિતર એને પિતાને ઘેર જવું પ્રાપ્ત થશેજ.

રાજા— જેમ ગુરુને ગમે તેમ.

પુરો૦— (ઉઠીને) વત્સે ! મારી પાછળ ચાલી આવ.

(પુરોહિતની પાછળ રડતી જાય છે)


શકું૦— ભગવતી વસુધે ! દે મને માર્ગ.

(રાજા એકલો વિચારમાં છે એવામાં પડદામાંથી.)

ઓહો ! આ શું ?

રાજા— શું છે?

પુરો૦— દેવ ! અદ્ભુત થયું.

રાજા— એવું તે શું છે ?

પુરો૦— દેવ ! કણ્વના શિષ્ય ચાલતા થયા કે–

બાલા હીણાં ભાગ્યને નિંદતી જ્યાં,
રોવા માડે બાહુ ઊછાળતી ત્યાં

રાજા— ને શું ?

પુરો૦

સ્ત્રીને રૂપે અપ્સરા તીર્થ પાસે.
જ્યોતી તેને ચાલિ ઊપાડિ સાથે. ૧૦૧

રાજા— ભગવન ! એ વસ્તુનો મેં પૂર્વજ અનાદર કીધો છે, હવે વૃથા તર્ક શેા કરવો ? વિશ્રામ પામો.

પુરો૦— વિજય થાઓ.

રાજા— વેત્રવતી ! ઊંઘે ઘેરાયો છું, શયનભૂમિને માર્ગે ચાલ.

વેત્ર૦— આમ, આમ, દેવ !

રાજા— (સ્વગત) ગમેતેમ હો–

નથિ સાંભરતું પરણ્યો મુનિ કન્યાને ખરે ફરી પાછી;
એથી બળતું હઈઊં શંકે પણિયત હશે વળી સાચી. ૧૦૨


પ્રવેશક. (નાગરિક તથા બે રક્ષિણ એક બાંધેલા પુરૂષને આણે છે.)

રક્ષિણો—(પુરુષને મારી) કહે, પચ્ચીમાં કોતરેલાં નામની રાજાની અંગુઠી આ તે ક્યાંથી મેળવી ?