પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
અંક ૫ મો
સાર-શાકુંતલ


પુરૂષ— (બીતો બીતો) ખમા કર ધણી! ઊં ઈવું કામ કરનારો મનખ નથ.

રક્ષિણ ૧— તો શું તને રૂડો બ્રાહ્મણ જાણી રાજાએ દાન આપ્યું છે ?

પુરૂષ— છાંભર અવાં, ઊં છકાવેતરની ભીતર રેનારો માછી છું.

રક્ષિણ ૨— ચોરટા ! શું અમે જાત પૂછી ?

નાગરિક— હેર ! કહેવાદે સગળું ક્રમે, વચમાં બોલી એને અટકાવ નહિ.

રક્ષિણ ૨— જેમ આજ્ઞા. (માછીને) સ્વામી આજ્ઞા કરે છે તે કહે.

માછી— ઊં જાલ, ગર ઈણે મછ પકરી કટમનું પેટ ભરું છું.

નાગરિક— (હસીને) પેટ ભરવાનો ધંધો તો ચોખ્ખો ખરો !

માછી— ધણી ! ઈ મ મ બોલ–

ભૂંડું પણ વરિ જનમથિ કિધલ કરમ તે કદી ન તજિદીજઈ;
ભામણ દીઆવાનજ હૂઈ જગને પછૂ ખરે મારઈ. ૧૦૩

નાગરિક— પછી પછી.

માછી— ઈક દી રાતે મછ પાયો. તિના કટકા કરે તાં તિના પેટમે રતને ઝરકતી આંગઠી મઈ દેખી; પછઈ ઈ ઈકવાને દિખાડતુ ઈતરઈ ધણીએ ઉને ધરેઓ; ઈમ મુજ ગોઠ છી. માર કી ભુચ.

નાગરિક— (અંગુઠી સૂંઘી રક્ષિણને) એ માંસના જેવા ગંધાતો ગોઝારો માછી છે નક્કી, પણ એને મુદ્રિકા જડી તેવિષે વધારે ખેાળ કરી જાણવું જોઈએ; જઈએ રાજવાડે.

રક્ષિણ— ચાલરે ગંઠીછોડા !

નાગરિક— હો ! હું ભર્ત્તાને જણાવી આવું ત્યાં લગી એનું રક્ષણ અહીંજ સાવધ રહી કરવું.

રક્ષિણ— ઠીક સ્વામી.

(નાગરિક જાય છે.)

રક્ષિણ ૧— મારા હાથ ચળવળેછે એ વધ્યને સુમનસની (ફૂલની) માળા બાંધવા ને (માછીને દેખાડેછે.)

માછી— વણ કારણઈ તું મારવાનઈ જોગ નથ.

રક્ષિણ ૨— બહુવાર થઈ નાગરિકને, હજી આવ્યા નહિ.

રક્ષિણ ૧— રાજાને ત્યાં અવસર જોઈને જવું જોઈએ.

રક્ષિણ ૨— એ આ આવ્યો સ્વામી, રાજા પાસેથી પત્ર લાવ્યો દેખાયછે (માછીના સામું ઘુરકી) ગીધનું ભખ થઈશ કે કુતરાનું મોડું જોઈશ પડીને.