પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દુષ્યંત — ચંદ્રવંશી રાજા, યયાતિના પૂરુનો વંશજ.
સેવકવર્ગ
સૂત (સારથી), વિદૂષક, પ્રતિહારી-દ્વારપાળ, સેનાપતિ, કંચુકી

(રણવાસનો છડીદાર), વૈતાલિક (ભાટ), નાગરિક (કોટવાલ), રક્ષક

(સિપાઈ), વેત્રવતી (છડીદાર સ્ત્રી), દાસીઓ.

માતલિ — ઈંદ્રનો સારથી.
સર્વદમન — (ભરત) દુષ્યંત તથા શકુંતલાનો પુત્ર.
કણ્વ — ઋષિ, શંકુતલાનો પાળક પિતા.
શિષ્યયવર્ગ
વૈખાનસ, શારગરવ, શારદ્વત, ઈ૦.
કશ્યપ — મહામુનિ; બ્રહ્માનો પૌત્ર.
શકુંતલા — વિશ્વામિત્ર તથા મેનકાની પુત્રી, દુષ્યંતની રાણી; ભરતની મા

અનસૂયા

પ્રિયંવદા


}કણ્વના આશ્રમમાં શકુંતલાની સખીઓ.


ગૌતમી — કણ્વના આશ્રમમાં એક ઘરડી બાઈ - તાપસી.

અદિતિ — મુનિ કશ્યપની સ્ત્રી, દેવમાતા.