પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૬ ઠ્ઠો
૪૫
સાર-શાકુંતલ


નાગરિક— (આવી) એ માછીને છોડી દે; એને અંગુઠી મળી તેને પ્રકાર સયુક્તિક છે.

રક્ષિણો— જેમ આજ્ઞા (છોડેછે.)

નાગરિક— (માછીને) અંગુઠીના મૂલ જેટલું દ્રવ્ય મહારાજે આપ્યું છે તે લે આ.

માછી— (પગે લાગી લેછે.) રાજાઈ કરપા કીઈ. કીવો મુજ ધંધઉ !

રક્ષિણો— આ પસાય ઉપરથી જણાય છે કે મહારાજનો તે આંગઠી ઉપર બહુજ પ્રેમ છે.

નાગરિક— મહારાજ રત્નનું બહુમૂલ કરે છે એમ નથી પણ તેના દર્શનથી તેને પોતાના ઈષ્ટનું સ્મરણ થયું છે; તેને જોતાંજ પ્રકૃતિયે ગંભીર છતાં મુહૂર્તભર ઉત્કંઠિત થઈ ગયા.

રક્ષિણ ૧— ખરેખરી સેવા કરી આજે નાગરિકે.

રક્ષિણ ૨— એમ નહિ, આ ગોઝારા નિમિત્તે કરી.

માછી— ધણી ! ઈનું અધ ઊં તુનઈ દઉ છું. છુમનછના મોલમાં.

રક્ષિણો— એ ઠીક છે.

નાગરિક— તું મારો મોટો મિત્ર થયો, આપણી પ્રથમ મૈત્રીનો પ્રસંગ કદંબની મંદિરા સાથે કરિયે.

(સૌ કલાલને હાટડે જાય છે.)




અંક છઠ્ઠો.
(બે ચેટી વાડીમાં કુલ ચુંટે છે.)

પરભૃતિકા— (આંબાના મોર ભણી જોઈ)

દીઠો દીઠો રે આંબે મોર, મોર સ્તવું તૂને–ટેક.
કાંઈક રાતો લીલો ધોળો ઋતુમંગળદરશનરે;
જીવ સરવસ છે વસંતકેરો, થાજે તું પરસંન.-ધન સ્તવું૦ દી૦ ૪

મધુકરિકા— અલી ! એકલી એકલી શું બબડેછે ?

પર૦— આંબાની મંજરી જોઈને પરભૃતિકા (કોએલ) ઉન્મત્ત થાયછેજ.

મધુ૦— (હરખે) શું વસંતમાસ બેઠો કે ?

પર૦— મધુકરિકા ! તારો પણ એ સમય છે મદે વિભ્રમ થઈ ગાવાનો (ભ્રમરીનો.)