પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
અંક ૬ ઠ્ઠો
સાર-શાકુંતલ


મધુ૦— મને ધરી રાખ કે ઊંચે પગે ઉભી રહી મોર તોડી લેઉં કામદેવને પૂજવાને.

પર૦— પૂજાનું અરધું ફળ મને મળે તો.

મધુ૦— કહ્યું ન હોત તો પણ મળવાનું જ હતું.

પર૦— આપણ બેઉનો જીવ એકજ છે, માત્ર શરીર જૂદાં છે (મોર તોડેછે) આ મંજરી બરાબર ભરાઈ નથી તો પણ ડીટાં માંથી છૂટી પડવે સુગંધી અાપે છે (અંજલીપુટ કરી.)

મનેાહર મોર તું અરપ્યો, છે મેંતો અાજે,—
રતિપતિને કહું લીધ ધનુષ કર, સાંતરો જેહ વિરાજે;
કંથ પ્રવાસીની જુવતીને લક્ષ્યે, પાંચમાં અધિક તું થાજે.–મનો ૧૦પ

કંચુકી— (ઝટ પડદો ખસેડી ક્રોધમાં) મા કર એમ. ઓ અજાણ ! દેવે વસંતનો એ ઓચ્છવ બંધ રખાવ્યો છતે તું મોર કેમ તોડે છે ?

બેઉ— અાર્ય ! ખમા કરો, ખમા કરો.

કંચુકી— નથી સાંભળ્યું તમે ? વસંતના વૃક્ષોએ તથા એને આશ્રયે રહેનારાં એ દેવની આજ્ઞા પાળી છે તે.

અાંબે મંજરિ નીકળે બહુ થયૂં તોએ ન બાઝે રજ,
ફુલો સદ્ય થશે દિસે કુરૂબકે રેહે કળી તેમજ;
કોકીલો શિશિરે ગયે ગદગદ કંઠેથિ કાઢે સ્વર,
ખેંચી સંવરતો શકે સ્મર વળી ભાથેથિ આર્ધો શર. ૧૦૬

બેઉ— નથી સંદેહ રાજર્ષિનો મોટો મહિમા છે.

કંચુકી— થયું તે થયું, ફરીથી તેમ ન કરશો.

બેઉ— શાં નિમિત્તે ભર્તાએ વસંતનો ઓચ્છવ બંધ રખાવ્યો છે તે અમને કહેવું અાર્ય !

કંચુકી— શું અહીં તમારે કાને નથી આવ્યો શકુંતલાને કાડી મુકવાનો લોકાપવાદ ?

બેઉ— અંગુઠી જડી એટલું જાણિયે છિયે.

કંચુકી— અંગુઠી દેખતાંજ સાંભરી આવ્યું દેવને કે તે પૂર્વે મારીસાથે છાની પરણીછે ને મેં વિસ્મૃતિયે તેનો ત્યાગ કીધો; તેવારથી