પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંક ૭ મો
૫૯
સાર-શાકુંતલ

વિસ્મૃતિયે એનો પરિત્યાગ કીધેથી હું આપના સગોત્ર કણ્વનો અપરાધી થયો; પછી મુદ્રિકાને દર્શને પાછી સ્મૃતિ થઈ ને ઋષિકન્યા તે મારી પત્ની છે એમ મેં જાણ્યું – એ સધળું મને આશ્ચર્ય સરખું લાગે છે.

કશ્યપ— વત્સ ! પોતાના અપરાધની શંકા કરવી બંધ રાખ, તુને તો ગાઢો મોહ થયો હતો, સાંભળ–

રાજા— સાંભળું છું.

કશ્યપ— જ્યારે અપસરાતીર્થથી અતિદુઃખી શકુંતલાને મેનકાએ ઉપાડી લેઈ અદિતિકને આણી મૂકી ત્યારે મેં ધ્યાન ધરી વૃત્તાંત જાણી લીધું. – દુર્વાસાને શાપે તે ધર્મપત્નિનો ત્યાગ કીધો બીજો કોઈ કારણે નહિ ને તે શાપ મુદ્રિકાનું દર્શન થતાં સૂધી હતો.

રાજા— એ વચને હું મુક્ત થયો.

શકું૦— (સ્વગત) દૈવયોગે આર્યપુત્રે મારો નિષ્કારણ ત્યાગ કીધો પણ મને પોતાને શાપ થયલો તો સાંભરતું નથી અથવા કે વિરહે શુન્ય થયલે હૃદયે તે જાણ્યો નહિ માટેજ સખીઓએ મને કહેલું કે રાજાને સ્મરણ ન આવે તો અા અાંગુઠી દેખડાવજે.

કશ્યપ— (શકુંતલા સામું જોઈ) વત્સે ! તારૂં જે ઈષ્ટ તે થયું, સહધર્મચારી પ્રતિ તું કોપ કરીશ નહિ.

નિર્દે થઈ સ્મૃતિરૂંધે પતિયે તું ટાળી,
એનો ટળે તેમ હવે પ્રભુતાજ તારી;
છાયા ન કાંઈ ઉપડે મળથી ભરેલે–
ચોખ્ખેજ દર્પણતળે ખરી સોય સેલે. ૧૩૯

રાજા— ભગવન્ ! મારાં કુળની પ્રતિષ્ઠા તે અા (પુત્રને દેખાડેછે.)

કશ્યપ— આ પુત્ર ચક્રવર્તિ થશે તે તું જોઈશ –

તરી સિંધૂ પેલે અતુટ ગતિ કેથે અસ રથે,
બધી સાતે દ્વીપે પૃથિવિ અતુલો જોધ જિતશે;
અહીં એ પ્રાણીને બળથિ દમવે સવેદમન,
પછી પામે આખ્યા ભરત થઈ લોકોનું ભરણ. ૧૪૦

રાજા— પોતાથી એને સંસ્કાર થયા છે એટલે એ સર્વની એનેવિષે અમે આશા રાખિયે છિયે.

અદિતિ— આ છોકરીનો મનોરથ પૂર્ણ થયો એ કણ્વને જણાવવું, કન્યાની માતા મેનકા અહીંજ છે.