પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાર-શાકુંતલ


નટી— વારૂ, કિયા ઋતુને વરણું ?

સૂત્ર૦— બેસતા ઉનાળાનો, કેમકે

ગમતાં નાવણ જળમાં પાટલસંગે સુગંધ વનવાત,
નિદ્રા છાયાસ્થાને સુલભ રમણીય દિનાંત સોહાત. ૩

નટી— લે ઠીક, ગાઉં........ઋતુને પ્રભાવે, પ્રમદા નાર-

કુમળાં કેસરશિર ભ્રમરે ચુંબિત કંઈ,
એહવે સરસવ ફુલે, કાનને સુહાવે.–પ્રમદા૦ ૪

સૂત્ર૦— આહા સભાની ચિત્તવૃત્તિ ગાનના રંગમાં કેવી મળી રહી છે ! કિયા વિષયને લઈ ખેલ કરીશું ?

નટી— વિસરી ગયા કે શું વલ્લભ ? શાકુંતલાનો. સૂત્ર૦—સારૂ સંભાર્યું.

છું હરાયો બળાત્કારે તારા હા૨ક રાગથી;
જેમ દુષ્યંત આ રાજા વેગવાળે મૂગે અતિ. પ

( જાય છે.)




અંક પેલો.

(તપોવન.)

(રથમાં બેઠેલા રાજા દુષ્યંત પોતાના સારથી સાથે આવે છે.”)

સૂત(રાજાને ને મૃગને જોઈને)આયુષ્યમન્ ! કાળા મૃગને જોઊ અને સાથે પણછ ચઢાવેલ ધનુષ્ય સાથે આપને જોઊછું તો સાક્ષાત્ (દેવ અસૂરની?) ની પૂઠે પડ્યા હોયની એવા દીસો છો.

રાજા—સૂત ! મૃગ આપણને બહુ દૂર ખેંચી લાવ્યો;

ડોકી તો વાળિ રૂડી રથભણિ કરતો દૃષ્ટિ એ વારવા
કાયા સંકોડિ પૂઠે શરપતન ભયે આગલીને વધારે;
અર્ધા ચાવ્યાં તૃણાં મોં શ્રમથિ ખુલ્લું રહે માર્ગમાં વેરિ દે છે
જો ઝાઝો ઊંચિ ફાળે ગગન ગતિ કરે ભૂમિયે સ્વલ્પ રેછે. ૬

એ કેમ હશે કે આટલો આપણો ધાવો છતે મૃગ યત્ને દૃષ્ટિયે પડે છે?!

સૂત—આયુષ્યમન્ ! ઢેકાઢૈયાની ભોંય હોવાથી મેં રાસ તાણી રાખી રથનો વેગ ધીમો કીધો તેથી મૃગને ને આપણને બહુ છેટું પડી