ત્યારે નવલકથાનું હાર્દ શું જોઈએ ? નવલકથા કોના હાથમાં
જશે – તેનો ઉપયોગ કોણ કેવી દ્રષ્ટિથી કરશે – તે જાણ્યાથી તેનું હાર્દ
કેવું રાખીયે તો સફળબોધક થાય તે સમજશે.
૧. સત્યશોધક વર્ગ માનસશાસ્ત્રના અભ્યાસને અર્થે જ નવલકથાઓ વાંચે છે.
૨. સારશોધક વર્ગ નવલકથામાંથી સુંદરતાઆદિ પોતાને રુચતાં તત્ત્વ શોધે છે અને શેષભાગ પડતો મુકે છે.
આ ઉભય વર્ગ સાથે વ્યવહાર રાખવામાં ગ્રંથકારોને નવલકથા એ જ એક સાધન છે એમ નથી. અનેક આકારમાં તેમની સાથે સંબંધ કરાય છે; પરંતુ નવલકથાના ૯હાણામાં એ વર્ગ પણ ભાગ માગશે તે ભુલવા જેવું નથી, કારણ વાચનાર વર્ગમાં એ મુકુટમણિને સ્થાને છે. તેમની સંખ્યા ઘણી ઓછી હોય છે, પરંતુ તેમની પૂજનીયતા – તેમનું બ્રહ્મ વર્ચસ્ – સર્વમાન્ય છે.
૩. ત્રીજા વર્ગની સંખ્યા અગણ્ય છે. નવલકથા વાંચવાની વૃત્તિમાં નીચલાં કારણોમાંથી એક અથવા અનેક તેમને પ્રેરનાર હોય છે:
- (ક) વાર્તાની રચનાનો જિજ્ઞાસા૨સ. અા રસ સર્વે બાળકોમાં હોય છે, સ્ત્રીયોનું તે લક્ષણ ગણાય છે, અને ચ્હડતી અવસ્થામાં ઘણાકમાંથી તે જતો નથી.
- (ખ) મદન અને સ્ત્રીની વાર્તાઓને વશ થયેલાં ચિત્ત. અાવાં ચિત્ત નવલકથાઓ જેઈ વિહ્નલ બની જાય છે, અને એવી કથાએના અતિસંભોગથી અંતે નિર્વીર્ય થાય છે.
- (ગ) કથાઓ વાંચવાનું વ્યસન – અફીણ, દારુ વગેરેનાં વ્યસનજેવું જ; તે છોડ્યું છુટતું નથી.
- (ઘ) શાસ્ત્રીય અને કઠિન ગ્રંથો વાંચતાં પડતો શ્રમ. ઘણાંક ભણેલાઓ આળસુ હોય છે અને શ્રમ લેવાની તેમની અનિચ્છાને, વિદ્યાર્થી અવસ્થા છુટતાં વારનાર કોઈ હોતું નથી.
- (ઙ) શાસ્ત્રીય વિષયનું અસંસ્કારી રસેન્દ્રિય.
- (ચ) નિરક્ષરતા, અને નવરાશ.
ભણેલા તેમ જ અભણ વર્ગનો મ્હોટો ભાગ આ છેલા વર્ગમાં આવી જાય છે અને તેથી જ નવલકથાઓ અાજકાલ દિગ્વિજય પામી દેખાય છે. અા સર્વ વિચારી, ભિન્ન ભિન્ન સર્વ અાવા વાંચનારને જમે ઉધાર કરતાં