પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧


"तदपि संप्रति संनिहित्ते मधा-
'"वधिगमे धिमंगलमश्रुणः ॥[૧]

“કહેવાત જ જો હત કહ્યું, ભલે સાંભળે સખી ઉભી પાસે; “કહ્યું ત્હોય કાનમાં આવી લલિત તુજ મુખસ્પર્શની આશેઃ “ થયું શુણવું અશક્ય જ એવું–પ્રિય એ કાંજ આંખ શીદ તલ્પે ? “ મુજ મુખ એ ‌ક્‌હાવે આમ, વળી આતુર, જોડી પદ, જલ્પે.”[૨]

“આ છેલું તે કાલે મ્હેં ન્હોય મેઘદૂતની વાત કરી હતી તેમાંથી મ્હેં ‌ આજ ભાષાંતર કરી ક્‌હાડયું.” એમ કહી તેનો અર્થ સમજાવ્યો.

“ઓત્ તમારું ભલું થાય. તમે તો રંગીલાં દેખાઓ છો.” એમ કહી લકકિશોરી કુમુદસુંદરીને બાઝી પડી અને તેને જો૨થી ડાબી.

ભાભીના મ્હોં સામું જોઈ – ગાલ ભણી ઓઠ ધરી – બોલીઃ “કરું અટકચાળું – તમે ગાયું એવું જ ? જો તમે ભાયડો હતકની તો નકકી તમને જ પરણત ને એક દિવસે પીયર ર્‌હેત નહીં.”

“ભાભી, આવું આવું વાંચો ને સમજો તે પછી રંગીલાં કેમ ન હો ? અમારા જેવું મ્હોંયે બોલો તો નહી, પણ સમજો વધારે. બા, શાણી બગલી જેવાં છો. વારું, તમે ગાજો ને અમે સાંભળીશું.”

નવીનચંદ્રને પ્રમાદધનના દીવાનખાનામાં સુવાનું રાખ્યું હતું અને દીવો ઘેર કરી સુતો. પણ એક પાસના દીવાનખાનામાં બુદ્ધિધન અને નરભેરામની વાતો ઉઘાડા અંતઃકરણથી ચાલતી હતી, અને બીજીપાસની મેડીમાં નાણંદ ભોજાઈ ધીમે ધીમે પણ તેમની જોડની મેડીમાં સંભળાય એમ વાતો કરતાં હતાં અને બેમાંથી એકે પાસનાં માણસોને નવીનચંદ્ર ધ્યાનમાં ન રહ્યાથી એ ધ્યાન રાખીને સાંભળે તોપણ ન સંભળાય એટલે ધીમે બોલવું એવું કોઈને સુઝયું ન હતું. બારણામાંથી કાંઈ નજરે પડે એમ ન હતું પણ કાનનો પુરો ઉપયોગ થાય એવું હતું. અને નરભેરામ શિવાય સર્વના સ્વર નવીનચંદ્રના કાનને પરિચિત હતા. એ પાસના આકર્ષણથી તેના કાન ઘડી ઘડી ચમકતા હતા. વિચારોમાંથી ઉઠી ઘડીકમાં આ બારી આગળ જાય અને ઘડીકમાં આ


  1. ૧. માધ, સર્ગ ૬. “હે શેાભન–અંગવાળા ! પતિ-વિયેાગને લીધે ત્હારું મુખકમળ રોવા જેવું થયું છે એ જ તેની લક્ષ્મીને અલંકાર આપવા ખાસ છે. પણ આ વસંત–માસ પાસે આવ્યો છે તેવે સમયે આંસુ પાડી અમંગલ ન કરીશ !”
  2. ૨. યક્ષવિરહથી અમુઝ઼ાતી સ્ત્રીને પતિનો સંદેશો તેના જ શબ્દોમાં પહોંચાડતાં પ્હેલાં મેધ આટલું પેાતે જ ક્હે છે.