લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬

જવાય એવું લાગ્યું. મીયાંએ મુછ પર હાથ નાંખ્યો અને ચ્‍હડવા માંડ્યું.

"સાલા સબ દોસ્તો લુંડીયા જેસા – મ્હારી સાથે રહ્યા હત તો એ પણ ચમન કરત.”

“સાલા નસીબ ઉનકા. ગયા એહી અચ્છા હુવા.” રાત અંધારી હતી અને હળવે હળવે ચતુષ્પાદ પશુ બની છાપરેથી વંડે ને વંડેથી છાપરે ચ્‍હડ્યા અને એક જણના મોભ ઉપર ઉભા રહ્યા.

ઘુવડ બોલ્યું અને સામું મળ્યું. અપશકુન થયાં માની એક નળીયું તેના ઉપર રીસ ચ્‍હડાવી ફેંક્યું.

“ચલ, ચલ, સાલા, મીયાંભાઈકુ અપશકુન ક્યા ?” બુદ્ધિધનનું છાપરું અાવ્યું અને તેની પાંખ ઉપર ઉભા. અાકાશ સામું જોયું. ચારે પાસ જોયું – કોઈ દેખાય નહી. અાઘે એક છાપરા પર કોઈ દેખાયું.

“સાલા, ચોર હોયગા, પકડ સાલેકુ. સાલે, ક્યા મીલેગા તેરેકુ ? બંદાકુ તો અલકકિશોરી મીલેગી. સાલીને ક્યા નામ રખા હે ! અલકકિશોરી ! દેખો તો સઈ ! અલકકિશોરી ! અલકકિશોરી !”

“ઓ સબ તો અચ્છા–લેકીન અાપન જાવે કીધરસે ?” હળવે રહી અગાસીમાં ઉતરવા માંડ્યું. પરસાળપરની મેડીની એક બારી ઉઘાડી રહી ગઈ હતી તેમાં વાંકા વળી દાખલ થઈ ગયા. દાદર પણ ઈશ્વરે ઉઘાડો રાખ્યો હતો. પોતાનું જ ઘર હોય એમ જમાલખાન ઉતર્યો અને અમાત્યપુત્રીના પલંગ આગળ દુષ્ટ હલકો સુસલમાન ઉભો રહ્યો.

એક ચાડાપર દીવેલનો દીવો કોડીયામાં બળતો હતો. નદીકીનારે મસ્ત વાઘેણ પડી રહી હોય તેમ પલંગ ઉપર 'પરછંડ' (પ્રચંડ) ઉન્મત્ત- યૌવના ચતીપાટ પડી હતી. તેણે હોડેલું ગોદડું અાઘું પડ્યું હતું - જાણે કે ત્‍હાડ તેના શરીરમાં પેસી શકતી ન હોય ! પ્હેરેલું લુગડું સંભાળથી રાખ્યું હતું તોપણ અાઘું પાછું થયું હતું અને એ પાર પડેલી તીરની ઉંચી ભેખડો જેવા પ્હોળા પડેલા પગની વચ્ચે પર્વત પરથી ઉતરતી નદીના પાણીના પટ પેઠે પાટલીનો પટ વેરાઈ જઈ પથરાઈ ગયો હતો. પલંગની ભમરીયોમાં થઈને દીવાનું ઝાંખું અજવાળું ઠેઠ છાતી ઉપર અને મ્હોં ઉપર અાવતું હતું. દીવાના કંપ સાથે એ તેજ પણ હાલતું હતું અને પરછાયાથી ઢંકાયલી સુંદરતા ઉઘાડી કરી આપી, જોના૨ની કલ્પનાને મોહક સૂચનાઓ અને દ્રષ્ટિને ઉલ્લંઘાય નહીં એવી સાનો કરતું હતું. લાંબી પથરાયેલી પાંખો પેઠે બે પાસ હાથ લાંબા નાંખ્યા હતા અને પગની પણ જુદી અવસ્થા ન હતી. મહિષાસુરનો