“ ઓ ભાઈ ! પિતાજી ! દેવી ! ધાજો, ધાજો ! ”
બાઝાબાઝી જબરી થઈ. કોણ જાણે ક્યાંથી જોર અાવ્યું તે અલકકિશેારી થાકી નહી અને આખી મેડીમાં ચકરડી ભમરડી થવા માંડી. એક બીજાથી હારે નહી. ઉંચું કરી કરી કિશોરી જમાલની હડપચીમાં, ડાચામાં, અને નાકમાં માથું મારતી હતી તે કોઈક વખત વાગતું હતું, કોઈક વખત માત્ર શિથિલ થયલો અંબોડો જ વાગતો, અને કોઈક વખત જમાલ સંભાળી લેતો. આમથી તેમ કિશોરી તેને ખેંચતી હતી અને તે ખેંચાતો હતો.
અલકકિશોરીની પહેલી જ બુમે ઘરમાં સઉ જાગી ઉઠ્યાં અને અવાજ કેણી પાસથી આવે છે તે જાણવા સઉ કાન માંડવા લાગ્યાં. બુદ્ધિધનના મનમાં એમ આવ્યું કે શઠરાયનું કોઈ માણસ મ્હારા ઘરમાં ખુનબુન કરવા ભરાયલું. નવીનચંદ્રે 'ચોર' શબ્દ સાંભળ્યો, કુમુદસુંદરી સફાળી ઉઠી અને પ્રમાદધને ઉઠાડ્યો. તેમણે જાણ્યું કે ઘરમાં આગ લાગી. સૌભાગ્યદેવીએ અલકકિશોરીનો સ્વર ઓળખ્યો અને એકદમ અગાશીનાં બારણાં ઉઘાડી બ્હાર ધસી. નીચે ચાકરો માંહોમાંહી પુછાપુછ કરવા લાગ્યા અને ચોકમાં આવી ઉચું જોવા લાગ્યા. ઉપર સુતેલાં સઉ અગાશીમાં ભેગાં થઈ ગયાં. પ્રમાદધનને દાદર ઉઘાડી સઉને ઉપર બોલાવ્યાં. અલકકિશોરીવાળી મેડીની બારી અાગળ સઉ અગાશી માં ભેગાં થયાં અને 'ઉઘાડો' 'ઉઘાડ' એમ જુદી જુદી બુમો પાડવા લાગ્યાં. સૌભાગ્યદેવી સઉથી મોખરે ઉભી રહી બારી હચહચાવતી હતી. જોડે બુદ્ધિધન ઉભો ઉભો “બ્હીનીશ નહી, અા અાવ્યો” કરી બુમો પાડતો હતો. સઉની પાછળ એકલી ધ્રુજતી ધ્રુજતી કુમુદસુંદરી ઉભી હતી અને ચાકરો વચ્ચેથી ધક્કા મારી અગાડી જવા નવીનચંદ્ર યત્ન કરતો હતો. ઘરમાં કોળાહળ મચી રહ્યું. બુદ્ધિધન અને એક બે ચાકરો બારણું ઉતારવા યત્ન કરવા લાગ્યા. પ્રમાદધન નીચે પરસાળમાંથી જવાય તો જવા એક બે ચાકરો લેઈ નીચે ઉતર્યો. એટલામાં કુમુદસુંદરીએ બુમ પાડી “અા ઉપલી બારી ઉઘાડી છે – એમાં થઈ પેઠેલો.” નવીનચંદ્રે તે સાંભળ્યું. તેણે કસરતશાળામાં ચ્હડી ઉતરવાની પણ કળા અનુભવી હતી. કુમુદસુંદરીનો બોલ સાંભળી, પાછો ફરી તેના ભણી જોઈ ઉચું બારી ભણી જોઈ કચ્છો માર્યો અને થોડીક વારમાં પરસાળપરની મેડીના ઉપરના માળમાં દાખલ થયો અને નીચે ઉતરવાનો દાદર તેમાંથી અજવાળું અને અવાજ આવતાં હતાં તેથી, શોધી ક્હાડ્યો.
અંદર બાઝાબાઝી ઘણી ચાલી રહી હતી. અલકકિશોરી પુરૂષ અાગળ થાકી ગઈ હાંફી ગઈ અને ફેં ફેં થઈ તોપણ બળ અજમાવતાં