પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧


અજમાવતાં દીવા આગળ જમાલને ઘસડી લાવી. દુષ્ટ તરકડાએ માણસો આવી પહોંચ્યાં જાણ્યાં. પોતાને બહાર જવાનો માર્ગ નથી. હવે તો થાય તે થવા દ્યો એમ નિશ્ચય કર્યો અને તેમને અંદર આવવાનો માર્ગ સુઝતો નથી જાણી નિરંકુશ થયો. બીચારી અબળા પર બળ કરતાં કંઈ કંઈ વિકાર અનુભવતો અને કંઈ કંઈ ભ્રષ્ટ વ્યવહાર અજમાવતો. એવામાં દીવો પાસે આવતાં અબળાના મગજમાં ઈશ્વરે તર્ક મુક્યો. અંધારામાં દીવો સળગે તેમ તે સળગ્યો અને કિશોરી સમજી કે હવે હું બચી. દીવો પાસે આવતાં ઝડપથી જમાલની કેડના ધોતીયાની ફડક અચિંતી દીવા પર ધરી. ધોતીયું સળગ્યું અને હાડોહાડ લાગવા માંડ્યું. મુસલમાને અમાત્યપુત્રીને પડતી – છુટી – મુકી અને મનમાં જય પામી અબળા બારી ભણી દેાડી, પણ નિષ્ફળ થઈ. કેડેથી ધોતીયું છોડી બળતું ને બળતું જમાલે જમીન પર નાંખી દીધું, કટાર પડવા દીધી, અને બારી આગળ પ્હોંચી તે પહેલાં ફાળ ભરી સામે મ્હોંયે અલકકિશોરીને બાઝ્યો. દુષ્ટતાની મર્યાદાની – મર્યાદા આવી ૨હી. તે લાચાર બની ગઈ તેનું જો૨ સમુળગું જતું રહ્યું; નિરાશ થઈ અને હવે ઉપાય નથી એમ સમજી મ્હોં વિકાસી પરાધીન થઈ અને શું થાય છે તેનો વિચાર કરવા ભાન ન રહ્યું. ઘણે સ્થળેથી પવિત્ર સુંદરતા સ્પર્શ દૂષિત થઈ. છાતી પરથી તાણાતાણમાં છેડો નીકળી ગયો હતો અને પૃથ્વીમાતાને ખોળે પથરાતો હતો કે કાંઈ આશ્રય આપ. ધકકો મારી અબળાને જમાલે ચતીપાટ નાંખી, ગાય જેવી પર વાઘ પેઠે ચ્હડી બેઠો, અને હાથ ઝાલી દુષ્ટે અતિ દુષ્ટ વચન કહ્યું – “ માશુક, બ્હી મત.” રાહુએ ચંદ્રલેખાને છાઈ.

પડતાં પડતાં નિરાશા નિરુપાય બાળકીએ મ્હોટે સાદે કારમી ચીસ પાડી – “હાય હાય રે ! ઓ માડી ! મારી નાંખી રે ! ” કરી કુઠવો મુક્યો. આવી ચીસ કોઈએ કદી સાંભળી ન હતી. સઉનો ત્રાસ અત્યંત સીમાએ પહોંચ્યો અને બારી બ્હાર તેમના ધમપછાડા વધ્યા. પણ નિરર્થક ! - અંદ૨ આવવા કોઈની તાકાત ન હતી અને તે વાત દુષ્ટ નિશાચર જાણતો હતો. તેનો દુષ્ટાચાર વધવા લાગ્યો અને અબળાનાં થાકેલા હાથ અને રાક્ષસનો જયવંત હાથ, તે એની લ્હડાઈ નીવિબંધ પાસે થવા માંડી. એક પળ વધારે જાત તો પતિવ્રતાપણું છેદાઈ જાત અને ઈશ્વરને માથે કલંક રહેત. બહાર સૌભાગ્યદેવી ગાંડી બનતી હતી અને માતાને બાધા ઉપર બાધા માન્યાં જતી હતી. નિરાધારનો આખર બેલી ઈશ્વર છે –

याद्दशी भावना यस्य सिद्धिर्भवति ताद्दशी ।

આ પ્રમાણે બુદ્ધિધનની દ્રઢ શ્રદ્ધા હતી અને ગમે તો એના પુણ્ય આડે