લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩


અલકકિશોરીને જોતે જોતે ખીજાઈને ઓઠ કરડતો કરડતો મનમાં ઘુવડને ગાળો દેવા લાગ્યો. અને આખરે દીલાસો લીધો કે ધુળ નાંખી – આટલો સ્પર્શ તો થયો છે ! ઉચ્ચનીચની ૯હડાઈમાં નીચને કાંઈ ખોવાનું નથી, હારે તો કાંઈ જતું નથી, અને એ જેટલું જીતે એટલું ઉચ્ચને બેવડું હારવાનું. પાણીને કચરાનો સંગમ થતાં, કચરો ધોવાશે નહી અને ધોવાશે ત્હોયે પાણી તો મેલું થવાનું જ ! એ ઇશ્વરની લીલા છે.

જમાલને સઉ અગાશીમાં ખેંચી ગયાં અને ત્યાંથી નીચે ચોકમાં આણ્યો. પુછતાં પુછતાં કહે કે મને તો અલકકિશોરીએ બોલાવ્યો હતો. એ વચન તેના મ્હોંમાંથી નીકળ્યું અને કોઈના કોપનો પાર રહ્યો નહી. ઘણો માર ખાતાં ખાતાં મુસલ્લો ઠેકાણે આવ્યો અને પોતે શા કારણથી કોનો મોકલ્યો આવ્યો હતો તે ખરી વાત ક્‌હેવા માંડી. ઉપર મેડીના ઉમરાપ૨ સૌભાગ્યદેવી બેઠી હતી અને ખોળામાં અલકકિશેરી ડુસકાં ખાતી બેભાન જેવી પડી હતી. કુમુદસુંદરી તથા પ્રમાદધન આસના વાસના કરતાં હતા અને બુદ્ધિધન વિચારમાં ગરક થઈ અગાશીમાં હેરા ફેરા કરતો હતો. બેભાન અવસ્થામાં પણ જમાલના હેઠળથી ઉચ્ચારેલા અલકકિશોરીના કાનમાં જતા હતા અને આ સઉ તોફાન એક ઉન્મત્ત અટકચાળામાંથી થયું એવું ભાન આણી તેના મનની વેદના વધારતા હતા. આ વખત સુધી પરાયા ઘરમાં બીચારો પરદેશી નવીનચંદ્ર કોઈને સાંભરતો ન હતો અને તે બેભાન પડ્યો રહ્યો હતો તથા લોહી નિરંકુશ વહેતું રહેવાથી ભાન આવવાનું સાધન ન હતું. અલકકિશોરી પાસે બેઠેલી કુમુદસુંદરી ચારે પાસ, જો જો કરતી હતી પણ તેને એ જડતો ન હતો. આખરે તેના શબ જેવા શરીર પર નજર પડી. કાંઈ બહાનું ક્‌હાડી ઉઠી અને ફરવા લાગી. “એ જ આ” એમ નિશ્ચય થયો અને તેની અવસ્થા જોઈ અમંગળ શંકાથી અંતરમાં ઉંડો ત્રાસ પડ્યો પણ કોઈને કહેવાયું નહી. આખરે અંતરના સગપણે લોકલજજાને જીતી અને નસાડી મુકી.

“અરે – આ – નવીનચંદ્ર કે કોણ પડ્યું છે અહીંયાં ?” પાછું જોઈ એકદમ ઉભી થઈ કુમુદસુંદરી બોલી ઉઠી. પોતાની અવસ્થા ભુલી એકદમ અલકકિશોરી પણ જાગી ઉઠ્યા જેવી થઈ ઉભી થઈ. પરદેશીએ પોતાના ઉપર કેટલો બધો ઉપકાર કર્યો હતો તે તેના મનમાંથી પળવાર પણ ખસ્યું માટે પસ્તાઈ અને નવીનચંદ્ર ભણી દેાડી.

"ઓ દેવી – ઓ દેવી ! આમને કટાર વાગી છે તે લોહી નીકળે છે. વ્હેલી આવ. વ્હેલી આવ.” સઉ ચમક્યાં અને ગયાં. સઉથી અગાડી અલકકિશોરી