વિદ્યા, દ્રવ્ય, અધિકાર, સ્વતંત્રતા અને વિશુદ્ધિ: એ સર્વના
પ્રકાશમાં, છાયામાં, અંધકારમાં તથા અધવચ ર્હેતાં મનુષ્યોની સ્થિતિયો
અને સંક્રાતિયો દર્શાવવા યત્ન કર્યો છે કે સર્વે વાંચનારને કોઈ કોઈ
પાત્ર ઉપર સમભાવ થાય અને અનુકરણસારુ ઉપમાન મળે.
માનવી માત્ર સારાસારની મેળવણી જેવું છે. અા જગતમાં સર્વે રીતે સારુ જ અથવા સર્વ રીતે નરસું જ એવું કાંઈ નથી. એ મેળવણી અત્રે દર્શાવવામાં આવી છે અને તેમ કરવામાં અનુભાવક ઉપદેશ કરવો ઈચ્છનીય છે.
વાર્તાનો સમય છેક સમીપનો અને પ્રદેશ આપણી ગુર્જર વસતીનો રાખેલો છે. એટલે, હજીસુધી અાપણા કાનમાં વાગતા ભૂતદશાના ભણકારા, વર્તમાન દશાનો પ્રત્યક્ષ પડદો, અને ભવિષ્યકાળમાં વિદ્યાથીં થનાર અવસ્થાની, આજથી આપણી ક૯પના પર પડતી, પ્રતિચ્છાયા:– એ સર્વનું મિશ્રણ કરવાથી શાસ્ત્રીય દેશોદ્ધારકોને કાંઈ સૂચના મળશે એવી ક૯પના છે.
આા વિનાના બીજા ઉદ્દેશ પરીક્ષકને જાતે પ્રકટ થશે તો જ તે સફળ છે એમ માની અત્રે કથવામાં નથી આવતા.
વિક્રમાર્ક ૧૯૪૩ મુંબાઈનગરી. |
} |