પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્રીજી આવૃત્તિ સંબંધે પ્રાસંગિક સૂચના.

શબ્દોની લેખનપદ્ધતિના વિષયમાં અા અાવૃત્તિમાં કેટલાક નિયમ પાળવા યોગ્ય ગણ્યા છે. તે નિયમોનો વિવેક “સમાલોચક” નામના મુંબાઈના ત્રૈમાસિક પત્રમાં આપેલો છે. તેને વિસ્તાર પ્રસ્તાવનાને જોઈએ તેથી વધારે છે એટલે અત્ર આપ્યો નથી. પણ તે નિયમોની ટીપ નીચે પ્રમાણે છે.

૧. ગુજરાતીમાં વાપરવાના સંસ્કૃત શાખ શબ્દેાનું લેખન મૂળ સંસ્કૃત પ્રમાણે જ રાખવું.

૨. ગુજરાતીમાં વાપરવાના ઈંગ્રેજી શબ્દોનું લેખન ઈંગ્રેજી ઉરચાર પ્રમાણે સાંગોપાંગ રાખવું.

૩. મૂળ સંસ્કૃત શબ્દમાં લ હોય ને તેને સ્થળે આપણે ળ વાપરતા હઈએ તો લ તથા ળ ઉભય વાપરવા અને બીજી બાબતમાં મૂળ સંસ્કૃત પ્રમાણે જ લખવું.

૪. સંસ્કૃત इ ई उ ऊ ને સટે ઇ ઈ ઉ ઊ લખવાં.

પ. સંસ્કૃત તથા ઈંગ્રેજી શુદ્ધ શબ્દોમાં કાંઈપણ વિકાર અથવા ફેરફાર થઈ બંધાયલા તથા એ શુદ્ધ શબ્દો શીવાયના બાકીના બીજા બધા શબ્દોને ગુજરાતી ગણી તેમાં નીચેના નિયમ પાળવા. પ્રત્યયાદિને વિકાર ન ગણવા.

(અ) ગુજરાતના કોઈપણ પ્રાંતમાં ઉચ્ચારવામાં ન આવતું રૂપ સાક્ષર લેખમાં ચાલી ગયું હોય તો તજવું અને સટે સર્વત્ર ઉચ્ચારનું રૂપ લખવું. જેમકે, દ-હાડો, મ–હેતાજી તજી દૂહાડો અને મ્હેતાજી લખવું.

( આ ) જુદા જુદા પ્રાંતોમાં જુદા જુદા ઉચ્ચાર ચાલતા હોય અને તેમાંનો એક સાક્ષર લેખમાં ચાલતો હોય તો તે જ લખવો, જેમકે, “સું ” અને “કહીસું”ને ઠેકાણે અમદાવાદનાં “શું” અને "કહીશું” વગેરે રૂપ વાપરવાં, અને “અાંખ્ય” અને “લાવ્ય"ને ઠેકાણે સુરતનાં “અાંખ,” “લાવ ” વગેરે રૂપ વાપરવાં.

(ઈ) જુદા જુદા પ્રાંતોમાં જુદા જુદા ઉચ્ચાર ચાલતા હોય ને સાક્ષ૨ લેખોમાં તેમાંનો એક પણ પરિપકવ ચલણ પામ્યો ન હોય તો તે સર્વ ઉચ્ચારમાંથી જેને જે ફાવે તે લખવા.