લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
“મ્હારી ૨મતગમતના મિત્ર ! પુરાણ શી પ્રીત ! સદા સુખી ર્‌હેજે !
“તુજ ઘરની ચોકી પ્રતિપાળ કરો સ્થળીદેવ હોય જે જે તે.* []

“ આહા ! કુમુદસુંદરી ! દૂર કરી પાસે આવી. શું ત્હારી સંભાળ લેવાનો વખત મ્હારે આવશે ? ઘર ! મિત્રતા ! સ્નેહ ! શું તમે ભુલાઓ એવી વસ્તુઓ નથી ? સુંદરતા ! પવિત્ર મનની સુંદરતા ! સરસ્વતીભરી સુંદરતા ! શું ત્હારો મોહ અનિવાર્ય છે ? ના, ના. ”

અચિન્તી ટકોરખાનાએ ગર્જના કરી. કાન ચમક્યા. ઉચું જોયું. મ્હેલ પર ધજા ચ્હડી અભિમાનભરી ફરકતી જણાઈ. જનસમૂહ સચેતન થતો લાગ્યો. પોતાની દુનિયા મુકી આંખકાનની દુનિયામાં મન સરી ગયું. દરબારીયો વચ્ચે બુદ્ધિધન જોડે પોતે ચાલે છે એ ભાન પરદેશી પ્રવાસીને થયું. સુવર્ણપુરના રાજ-ઉદ્યાનના એક ભાગમાં એક જણના પણ મનમાં આવી જાતના વિચારો સૃષ્ટિની ઉત્પત્તિ પછી આજ પ્હેલવ્હેલા જ થયા હશે, થયા તે કોઈએ જાણ્યાએ નહી, એ જાણવાની યોગ્યતા કોઈનામાં હતીએ નહી, એ વિચાર ઉત્પન્ન થતાં જ તરત ત્યાંના ત્યાં જ શાંત થયાઃ અા પરિણામ સુવર્ણપુરના સંસારને ઉચિત જ થયું.

દરવાજાથી આગળ એ પાસનાં ઝાડો વચ્ચે થઈને એક રસ્તો હતો તેપર ચાલતાં ગોળાકાર ઝાડનું ઝુંડ આવ્યું. તેમાંના વચાળામાંથી જતાં વિશાળ રાજમ્હેલ આવ્યો અને આકાશનું દર્શન બંધ થયું. રાજમ્હેલ પૂર્વાભિમુખ હતો પણ બીજી બાજુઓ બારણાં વિનાની ન હતી. પૂર્વાભિમુખ દ્વાર અાગળ વિજયસેન અને તેના ઉઘાડી તરવારવાળા હારબંધ સ્વારોની એક પાસ એક વૃદ્ધ પણ બળવાન હાથી ઝુલતો હતો. તેનું ભવ્ય મસ્તક ધીરે ધીરે આમ તેમ ફરતું હતું અને સર્વ આવનાર પર એની ગંભીર દૃષ્ટિ જિજ્ઞાસાથી– કૌતુકથી–પડતી હતી અને વચગાળે ઘંટારવ થતો હતો. અા મહાન્ પ્રાણીને જોવાના પરિચયવાળા ઘોડા ચમકતા ન હતા, પણ ઘંટારવ થતાં કાન ઉંચા કરતા અને તોફાન તથા ખોંખારા મુકી દઈ પ્રતાપી હાથી અાગળ શાંત થઈ ઉભા હતા. રાજમ્હેલ સામે ઉભેલા અા, બુદ્ધિવાળી ચેષ્ટાથી અને મનભર પ્રચંડ આકારથી સર્વને ગંભીર કરી નાંખનાર, પ્રાણીને જોઈ સર્વ મંડળ તેને માન આપી સંકોચાઈ મ્હેલમાં જતાં હતાં. ભૂપસિંહ તેપર બેસી થોડી વાર પર જ અાવ્યો હતો. “માતંગરાજ” હાથીપર ઘણ રાણાઓએ સ્વારી કરી હતી અને કારભારીયોને તે ઓળખતો હતો. શઠરાયને અને બુદ્ધિધનને જોઈ તેણે વિભૂતિવાળી શુંડ ઉચી કરી અને મસ્તક કંપાવ્યું. શઠરાય તે જેઈ


  1. *ગોલ્ડસ્મિથ્