બુદ્ધિધન મ્હાવા ભણી જોઈ રહ્યો: “મ્હાવાભાઈ તમે કેટલા
રાજનિષ્ટ છો તે હવે કહી બતાવવાની જરુર નથી. તમે મ્હારો ઉપકાર
જાણ્યો મ્હોટી વાત છે. ઉપકાર તો ઉંઘી ગયો. પણ હવે મને
કાંઈક ઈન્સાફ કરો અને આ કાગળો મ્હારા જ લખેલા છે અને તમારી
પાસે ક્યાંથી આવ્યા તે બધું સાબીત કરી બતાવશો ? ”.
અમાત્યની અાંખની કાંઈક શ્રમ પડી હોય અને તે ન ખમાઈ હોય એમ જરીક નીચું જેઈ શરમ છોડી દેવાની શક્તિ આવતાં ઉંચું જેઈ મ્હાવો : બેધડક બોલ્યો, “ હાજી, અમાત્યને જ્યારે આવું કામ કરતાં શરમ ન આવી ત્યારે ખવાસને સાબીત કરતાં શી હરકત છે ?”
રાણો ઓઠ પીસી મ્હાવા સામું જોઈ રહ્યો હતો તે હાથ પછાડી ગાજી ઉઠ્યો. “ હરામખોર, બસ કર. મ્હારે ત્હારો પુરાવો કાંઈ નથી જોઈતો. તું આણીશ તોપણ હું એને માનનાર નથી. કેવો જુલમ ! જા, ત્હારું મ્હોં કાળું કર –શઠરાય ! કામદાર !”
શઠરાય દોડતો દોડતો અંદર આવ્યો.
"પકડાવો આ લુચ્ચા મ્હાવાને ! કેદ કરો એને –સોંપો એને દુષ્ટરાયને – ક્યાં છે દુષ્ટરાય ? ”
“જી, આવે છે.” શઠરાય અમાત્યની પાસે બેઠો, અને કાનમાં પુછવા લાગ્યો કે શું છે.
“કામદાર જુવો તો ખરા – અા કાગળો. અા ત્રણ ટકાનો ખવાસડો આપણા અમાત્ય સામી કેવી બાથ ભીડે છે તે ! શો ગજબ ! દુષ્ટરાય ન હોય તો કોઈ સીપાઈને બોલાવો. અરે – કોણ છે સીપાઈ બારણે ?” રાણો પોતે સીપાઈને બુમ પાડી બોલાવે એ અનુભવ સઉને પ્રથમ જ થયો અને બ્હાર ઉભેલા સર્વ અમલદાર મંડળમાં ક્ષોભ પ્રસર્યો.
“જી, હું છું ” – કહી વિજયસેન અંદર આવ્યો.
વિજયસેનને હુકમ થયો અને તે મ્હાવાને પકડી બ્હાર લઈ ગયો.
રાણે નિઃશ્વસ્ત થઈ તકીયા પર પડ્યો.
બુદ્ધિધન બોલ્યો: “ રાણાજી, અા યોગ્ય નથી થતું. મ્હાવાની પાસે સાબીતી હોય તે લેવી જેઈએ. આપની અાંખમાં હું નિર્દોષ છું તેવો જ જગતની અાંખે પણ મ્હારે ઠરવું જેઈએ.”
“હવે સાબીતી ને બાબીતી; જવા દ્યોને બધું. જે થયું તે ઠીક જ થયું છે. નીચ માણસોને ઉંચાં ચ્હડાવવાં એ મ્હોટાંને છેડ્યા કરતાં વધારે -