પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૧


ન લાગ્યું. આખરે બધાં બારણાં આંતરી બેઠાં, અને “બાઈ, કારભારી આવશે એટલે તમારા આ કામના સમાચાર ક્‌હીશું – તમને જવા નહી દઈએ” એમ રુપાળીને કહ્યું. રુપાળી તેમને ધમકાવી મેડીયે ગઈ; પુરુષનો વેશ લેઈ છાપરે ચ્હડી, દુષ્ટરાયની તરવાર લેઈ જોડના ઘરમાં ઉતરી, તે ઘરવાળાં ચમક્યાં અને પાછળ આવ્યાં, તેમને વટાવી તેમને ઉઘાડે બારણેથી રસ્તામાં નાઠી, એક એ ગલીયો બદલાઈ એટલે લોકનાં ટોળામાં ભળી જઈ નીરાંતે ચાલી – મેરુલાને ઘેર ગઈ. મેરુલાનો ભાઈ ઘરમાં હતો તેની પાસે વાતો કરવા મંડી, અને બારણાં અડકાવી, તેને સમાચાર ક્‌હી, મેરુલાની શોધ કરવા મોકલ્યો.

ભાઈના ઉપર વીતેલું તોફાન પરસાળના એક જાળીયામાંથી છાનુંમાનું જોઈ ખલકનંદા અજાણી બની ઢોંગ કરી પરસાળની મેડી પરના હીંચકા પર આંખો મીંચી સુતી.

દુષ્ટરાય શું કરે છે ને શી ગંમત થાય છે તે જેવાના રસથી તેમ જ તે જાણવું અમાત્યના કામને ઉપયોગી હોવાથી, દરબારમાંથી બ્હાર નીકળવાનું મળતાં શઠરાયે સોંપેલું કામ મુકી તેના જ ઘરભણી નરભેરામ ચાલ્યો. રસ્તામાં મેરુલો દેાડ તેં સંતાતો મળ્યો તેને પકડી ઉભો રાખ્યો અને સમાચાર જાણી લેઈ શીખામણ દીધી કે 'તું દરબારમાં અહુણાં જ જા અને દુષ્ટરાયના સામી તું જ ફરીયાદ કર – તેનો તારો અસ્ત થવા બેઠો છે માટે તું કહીશ તે મનાશે. સંતાઈ (પેંસી)શ તો ગુન્હેગાર ઠરી મરીશ.' કેવી રીતે દરબારમાં વાત કરવી તે પણ શીખવી. મેરુલો ક્‌હે. 'મ્હારે ઘેર જઈ પછી દરબારમાં જઈશ. મરવા પડેલા દુષ્ટરાય વિના મને કોઈએ દીઠો નથી, ને દેખનાર મ્હારી વાત નહી કરે–પણ મ્હારા ભાઈને સાવધાન કરી આવું.' રસ્તામાં ભાઈ મળ્યો. એ ભાઈ ઘેર ગયા. રુપાળીને મળ્યા – તેને મેરુલાએ ભાઈની સાથે બે ત્રણ ગાઉ છેટે બીજા રાજ્યના ગામડા ભણી રવાને કરીપોતે દરબારમાં આવ્યો. નરભેરામ ત્યાંથી જેલ ભણી જાય છે તો રામભાઉ અને તર્કપ્રસાદ પોતાનાથી પ્હેલા જઈ પહોંચેલા, કારણ તેઓ ઘોડાગાડીમાં નીકળ્યાં હતા. વાણીયો જેલમાં તેમને મળ્યો અને સર્વ સમાચારનું રામભાઉએ ટીપ્પણ કર્યું. નરભેરામ તે સર્વ જાણી, ઉતાવળે પગે દરબારમાં પાછો ફર્યો અને શઠરાય રાણા સાથે વાતોમાં હોવાથી ક૨વતરાયને સઉ સમાચાર કહ્યા તેમ જ એવું પણ કહ્યું મને રસ્તામાં ઘાયલ થયલો મેરુલો મળ્યો અને તે દુષ્ટરાયના સામી ફરીયાદ કરવા આવનાર છે. મેરુલો શાથી ઘાયલ થયો તે કારણ પણ કહી બતાવ્યું – કુટુંબની લાજ ગઈ જાણી કરવતરાયને ક્‌લેશ થયો. દરબારમાં એ વાત ક્‌હી નહી બતાવાય એ નક્કી. તેમાં