લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨

ઉલટો ચોર કોટવાળને દંડે – મેરુલો ઉલટો ફરીયાદ કરવા આવ્યો જોઈ શું ક્‌હેવું તે સુઝયું નહી. દુષ્ટરાય પોતે ઘાયલ થયાની વાત નરભેરામે કરી નહી.

મેરુલાને ઘાયલ સ્થિતિમાં જેઈ સઉ ચમક્યા અને ફરીયાદનું કારણ પુછયું. શઠરાય કારણ જાણતો ન હતો – તે એને પોતાનો ગણી જમીન પરથી ઉઠાડવા ગયો.

"કામદારસાહેબ, મ્હારો બચાવ હવે આપ કરી શકો તેમ નથી. મ્હોટાભાઈની જ સામી મ્હારે ફરીયાદ છે.”

શઠરાય ચમક્યો અને આઘો ખસ્યો.

“રાણાજી, મ્હેં કામદારનું લુણ ખાધું છે. તેમના ઘર સામે ફરીયાદી કરવી એ મને ઘટતું નથી. પણ હવે ન ચાલ્યે કરવી પડે છે. ફોજદારસાહેબની કાંઈક રાજદરબારી છાની વાત મ્હેં જાણી તે એમના જાણવામાં અાવ્યું અને મ્હારા પેટમાં છાની ર્‌હેશે નહીં જાણી મ્હારી આ દશા કરી છે. જો હું નાઠો ન હત તો મને પુરો કરત. મને હવે ઘરમાં જતાં પણ બ્હીક લાગે છે માટે અહીં આવ્યો છું.”

"એવી શી વાત હતી ?” રાણાએ પુછ્યું.

“અરે, બાપજી, તે વળી આપને કહેવાય ? હોય એ તો. ખટલા છે. પણ, માબાપ, મને મ્હોટાભાઈએ ધાર્યો એટલા હલકા પેટનો હું નથી. મ્હારે માગવાનું એટલું છે કે ગમે તો મ્હારી ફરીયાદનો નીવેડો આવે ત્યાંસુધી કે ગમે તો હું મ્હારે ગામ જવા નીકળવા પરવારું ત્યાંસુધી અાપનાં વિશ્વાસુ માણસોની ચોકી આપો કે પોલીસના સીપાઈઓ મને સતાવે નહી. મ્હારે બીજુ કાંઈ નથી જોઈતું. હું ગરીબ માણસ છું.”

“પણ એ છાની વાત શી ? તું જુઠ્ઠો કે સાચો તે શું જણાય ? કેવો હરામખોર – પુછ્યું તેનો જવાબ નહી !” .

“અરે રાણાજી - ૯યો ત્યારે કહું પણ–પણ એકલા આપને કહું.” કરી શઠરાય ભણી બ્હીકની નજર કરી.

“તું શું જુઠ્ઠું બકે છે તે જાણવાનો એમને પણ - હક છે. બોલ અને ખોટું બોલ્યો તો મરવાનો.”

“તો રાણાજી – આ તો ઉલટી બલા થઈ — માફ કરજો કામદારસાહેબ – ન ચા૯યે કહી દેઉં છું. રાણાજી, આપની વાડીમાં પાછળ તળાવ છે ત્યાંથી બાસાહેબના ઓરડા સુધી કાંઈક ભોંયરામાં રસ્તો કરવાની વાત કામદારે કરી હશે તે મને ખબર પડી – અરે કામદારસાહેબ, હું ધ્રુજવું છું – મ્હારા - પર ગુસ્સો ન કરશો – અરે જમાલ અંહી ઉભો છે કે-લ્યો રાણાજી –