કાંઈક ઝેર વ્યાપી ગયું - વિષથી વિષ ઉતર્યું - એ ઝેરથી પતિવ્રતાપણાને - સાચવનારું બળવાન ગુમાન પળવારમાં ઉતરી ગયું. મહાપ્રતાપવાળી– છાકવાળી–હતી તે રાંક જેવી થઈ ગઈ. એક લાંબો નિઃશ્વાસ મુકી તેણે સામી ભીંત ઉપર નજર ફેરવી. ત્યાં એક આરસો આડો ટાંગ્યો હતો, તેમાં સુતેલા નવીનચંદ્રનું અને બેઠેલી અલકકિશોરીનું એમ બેનાં મ્હોં જોડાજોડ દેખાયાં તે એ જોઈ રહી. તે જોઈ – નવીનચંદ્રના સામું પાછું જોવા લાગી. કૃષ્ણકલિકાના શબ્દ યાદ આવ્યા – આરસા ઉપરથી એ શબ્દ ખરા લાગવા માંડ્યા. જમાલને પકડ્યો તે દિવસ થયલે સ્પર્શ સ્મરણમાં આવતાં કલ્પનાને ગલીપચી કરવા લાગ્યો અને વધારે વધારે પ્રિય લાગવા માંડ્યો. જમાલ દૈત્યની સાથે સકળ યુદ્ધ કરનારી ચંડિકા અને દુષ્ટ ગરબડની મદમર્દની ઉન્મત્ત કિશોરીના પતિવ્રતનું ઇન્દ્રાસન સુતેલા નવીનચંદ્રની સુંદરતાના પ્રતાપ આગળ ડગમગવા લાગ્યું અને અબળા તે અબળા બની. કાંઈ પણ વિચાર કરવાની તેની શક્તિ હોલાઈ ગઈ. વિકારપવનના ઝપાટાથી બુદ્ધિદીપ હોલાયો. મદનાસ્ત્ર આગળ અભિમાનાસ્ત્ર ચુરા થયું. પુરુષની છબી સ્ત્રીની કીકીમાં પ્રતિબિમ્બાકારે વસવા લાગી – હૃદયતરંગમાં નૌકાપેઠે હિંદોળા ખાવા લાગી - હૃદયમહાસાગરના અંત્યભારે ક્ષિતિજરેખામાં ઉગતા સકળચંદ્ર પેઠે ઉગી અને તેના મર્મભાગને ખેંચી ક્હાડવા લાગી – તેમાં ઉથલપાથલ કરવા લાગી. પરન્તુ આ સર્વ તોફાન કોઈ જુવે એમ ન હતું. તેનો આવિર્ભાવ શરીર પર ૨જ પણ ન થયો; માત્ર નવીનચંદ્ર અને આરસા વચ્ચે હેરાફેરા ક૨તી આંખમાં ઝળઝળીયાં આવ્યાં અને આશ્ચર્યંમાં પડતી – આ શું થાય છે તે ન સમજતી – બાળકી ખાટલા પાસે બેઠી હતી તેમની તેમ બેશી રહી. કલ્પનામાં વાનરનો ગુણ છે. કૃષ્ણકલિકાએ અલકકિશોરી જેવીની કલ્પનાને સળી કરી એટલામાં તો મગજમાંથી હૃદયમાં અને હૃદયમાંથી મગજમાં ચ્હડઉતર કરતી ક૯પનાએ અમાત્યપુત્રીને ગભરાવી દીધી અને તે અમસ્તી એકલી સ્તબ્ધ બેશી ર્હી હતી તે છતાં ક૯પનાએ અંતર્મમમાં ભરેલા ઉઝરડાઓએ મદનબાણના પાડેલા ઘાની વેદનાને અસહ્ય કરી મુકી અને તે ન ખમાતાં અંતઃકરણમાં દરેક નવો ચરેડો પડતાં આંખો ચ્હડાવી દેવા લાગી અને “હર, હર, હર” “શિવ, શિવ, શિવ” કરી ઉંડો નિ:શ્વાસ નાંખી છાતી પરના છેડાવડે પારકા થયલા પોતાના હૃદયને શાંત કરવા પવન નાંખવા લાગી. એ પવનથી શાંત થવાને બદલે મદનજ્વાળા વધારે વધારે સળગી. ભયંક૨ દશા ! તને શોધનારા – વરનારા – જગતમાં વસતા હશે. તું કેટલાકને સુખરૂપ પણું ભાસતી હઈશ. અલકકિશોરી આ દશાથી બ્હાવરી- જર્જરિત–થઈ ગઈ. તેને છુટકારાને માર્ગ ન દેખાયો. નવીનચંદ્ર ! તું
પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૯૪
Appearance