પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦

માથે રહી છાનુંમાનું પુષ્કળ રોઈ કંઈક નવો વિચાર ઉઠતાં અચિંતી સફાળી ઉઠી અને આંસુ લોહી નાંખી મેડીવચ્ચે ઉભી.

“અરે, પણ આ શું ? એની ફજેતી હું થવા દેઉ ? સરસ્વતીચંદ્ર, તને આ રસ્તે નહી ચ્હડવા દેઉં. હશે. ભુલ થઈ હશે-પણ ત્હારા પવિત્ર સંસ્કારને જગાડું એટલે તું જાગવાનો જ. આ કુમાર્ગે તું ચ્હડયો તો બાપડા જગત્ની શી વલે થવાની – બીજા લોકોને તો કાંઈ ક્‌હેવાશે જ નહિ. તને આ રસ્તે જોતાં મ્હારું કાળજું કહ્યું કેમ કરે -મ્હારું કાળજું કેમ ર્‌હેશે ? મચ્છેન્દ્રનાથ, તને સ્ત્રીરાજ્યમાં લપટાઈ દીન થયલો જેઈ ગોરખ શું બેશી ર્‌હેશે ? ગો૨ખનાથ, મને સહાયતા કરો.મ્હારામાં તમારી શક્તિનો કાંઈક અંશ મુકો.સંસ્કારી સરસ્વતીચંદ્ર ! આ શું ?”

"त्वम एन्ने च पथेन गच्छसि पयः कस्त्वां निरोद्ध दमः।"

" હે ઈશ્વર.–”

વળી આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. ૯હોતી લ્હોતી સારંગી લઈ નવીનચંદ્રવાળી મેડીની પાસે ખુરશી માંડી બેઠી અને એ મેડીમાં સંભળાય એમ સારંગી સાથે ઝીણે કંઠે ગાવા લાગી.

“શુભ્ર સ્વર્ગમાં વસનારી તે ચળી પડી હર-શિરે,
“પડવા માંડેલી પડી પાછો ! ટકી ન, હર ! હર-શિરે.-શુભ્ર૦ ૧
"પડી ! ગિરિપ૨; ઉચ્ચ ગિરિવર મુકી પડી એ પાછી-
"અવનિ પર આળોટતાં ચાલી ધુળવાળ ઘણું થાતી.-શુભ્ર ૦
"મલિન ગંગા ! ક્ષાર સમુદ્રે પેંઠી અંતે એ તો !
"ભ્રષ્ટ થયું જરી તેનો શતમુખ વિનિપાત જ નિર્મલો !”– [૧]
"ભ્રષ્ટ થઈ મતિ તેનો શતમુખ વિનિપાત જ નિર્મલો !” ૨

પોતાની મેડી બ્હાર સંભળાય એમ કુમુદસુંદરી કદી પણ ગાતી ન હતી. હૃદયના સંબંધે એની મર્યાદા આજ છોડાવી અને ગાતાં ગાતાં તે ખરેખરી ખીલી. જેમ જેમ ગાયન અગાડી ચાલ્યું તેમ તેમ તેની આંખમાંથી આંંસુની ધાર વધી, સારંગીને પલાળી નાંખી, અને છેલું પદ ગાતાં ગાતાં "આથી વધારે મ્હારું બળ નથી” એમ શબ્દવિના ક્‌હેતાં ક્‌હેતાં કંપતાં મૂર્છા પામતા હૃદય પરથી સારંગી જમીન પર સરી પડી, ડોક ઢીલી થઈ ગઈ, માથું ખુરશીની પીઠ પર ભાગી ગયું હોય એમ ઢળી પડ્યું, કમળની પાંખડીયો જેવી લલિત આંખે અંધારું પડ્યું હોય એમ મીંચાઈ ગઈ, નિ:શ્વાસને


  1. ૧. ભર્તુહરિ ઉપરથી