પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬

કઠિનતા બતાવી સઉને ધીરજ આપવા લાગ્યો. એટલામાં દેવીના શ્વાસથી કુમુદસુંદરીમાં નવો શ્વાસ આવ્યો હોય તેમ તેનું મ્હોં ઉઘડ્યું – આંંખ ઉઘડી પણ ફાટેલી રહી - અને સઉને કાંઈક જીવમાં જીવ આવ્યો. પણ તે વ્યર્થ જ હતો. તેની મૂર્ચ્છા વળી ન હતી, પણ મૂર્ચ્છાથી ફાંટી આંખ કરી લાવવા માંડ્યું:–

“તું મુજ જીવિત, તું મુજ હૃદય જ, તું કૌમુદી મુજ નેત્રતણી,
"તું મુજ પીયૂષ, તું મુજ વ્હાલી” – એમ જ પ્રિયશત કંઈ કંઈ –
“એમ જ જુઠાં જુઠાં પ્રિયશત કંઈ કંઈ કહી કહી,
“ભોળી મુગ્ધાને ભરમાવી – વ્હાલે વ્હાઈ ઘણી ઘણી–
“આખર કીધું શું – શા અર્થે[૧] – એ – એ –”

અંત્ય એકારને લંબાવતી પાછી આંખ મીંચી દઈ, બંધ પડી. કોઈ સમજ્યાં નહી. સઉને ધ્રાશકો પડ્યો – સઉના જીવ ફટકી ગયા. ધીરજ આપવી છોડી દઈ નવીનચંદ્ર એકદમ ઉઠી ગયો અને એક ટેબલ પર ચીત્રામણ પડ્યાં હતાં તેના ભાણી નજર કરતો અફરાટો થઈ ઉભો રહ્યો, આંસુ ખાળી રાખવા મહાપ્રયાસ કરવા લાગ્યો અને કોઈ સાંભળે નહી એમ ગણગણવા લાગ્યો:

"हरि हरि हतादरतया सा गता कुपितेव ।
"किं करिश्यति किं वदिश्यति सा चिरं विरगेण ॥
"किं जनेन धनेन किं मम जीवितेन गृहेण ॥ हरि० ॥ १ ॥
"चिंतयामि तदाननं कुटिलभ्रु रोशभरेण ।
"शोणपद्ममिवोपरि भ्रमताकुलं भ्रमरेण ॥ हरि० ॥ २ ॥[૨]

"गता-गता-ગઈ ગઈ-" એમ મનમાં બકતો બકતો ટેબલપર નીચું જોઈ રહ્યો અને સ્ત્રીની પેઠે પારકા ઘરમાં ગુપ્ત રીતે અશ્રુપાત કરવા લાગ્યો.

એટલામાં ટેબલ પર નજર પડતાં કેટલાંક ચિત્ર જોવામાં આવ્યાં. તે કુમુદસુંદરીનાં ક્‌હાડેલાં હતાં. એક કાગળ ઉપર ઉત્તરરામચરિતનાંના ત્રીજા અંકનો દેખાવ હતો અને અદ્રશ્ય સીતા દૃશ્ય રામને સ્નિગ્ધ રોષભરી ત્રાંસી નજરે જુવે છે તે અાલેખ હતો. એક બીજા કાગળ પર દુષ્યંતને કશ્યપ મુનિના આશ્રમ આગળ એક વેણીધર શકુંતલાને આવતી દેખતો ચીતર્યો હતો. પાસે શેક્સપિયર પડ્યું હતું તેમાં “ઑલ્સ વેલ્ ધેટ્ એન્ડસ્ વેલ્” અને


  1. ૧. ઉત્તરરામચરિત ઉપરથી.
  2. ૨. ગીત ગેાવિન્દમાંથી.