પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯


"માણસને ખબર હોય છે કે તેના મનપર શી શી આપત્તિ આવવાની છે ? પતિત જીવ ! જે તું પતિત ને નિર્બળ હતો તો - ને છોડી શાને ? ગરીબ બીચારી અલકકિશોરી, તને શો ઠપકો દેઉં ?- ઠપકો દેનારનું ક્યાં ઠેકાણું હતું ? – કુમુદસુંદરી - કેવા રોષવાળી આંખ !

" भेदाद्भ्रुवो: कुतिलयोरतोलोहिताक्ष्या

" भग्नं शरासनमिवातिरुशा स्मरस्य ॥- [૧]

"નક્કી, ત્હારું હૃદય અંદરથી ચીરાય છે – ત્હારું ગાયન, ત્હારાં ચિત્ર, ત્હારે વાંચવાના વિષય, ત્હારી વાતો - સર્વ એક સરખાં જ ! આહા કોમળ સારંગી, ત્હારા સર્વ તા૨ સદૈવક એ જ ગાયન કરી ર્‌હે છે ! પણ ઈશ્વરની ગતિ અકળ છે - એ શું થઈ ગયું ? એક પળવાર મતિ શી ભ્રષ્ટ થઈ ? ત્હેં તે શાથી જાણ્યું ? ત્હારે તે વિનિપાત પામતાને તારવા આવી હૃદય વીંધનારી યુક્તિ કરવી શાથી પડી ? અરેરે દુષ્ટ પાતકી - ચિત્ત ! પ્રસંગે ત્હેં ત્હારી દુષ્ટતા પ્રકાશી. શું ચિત્તને ઉદ્ધરવા વિદ્યા બસ નથી – શું કુમુદની કોમળ સૂચના ન થઈ હત તો તેના સંસ્કાર નપુંસક જ ર્‌હેત ? શું અભણ પુરુષનું અને ભણેલાનું ચિત્ત સરખું જ ? હા, હા, હા ! અભણ કિશોરી ! તું અભણ પણ મને શીખવે છે - સોનાની જ થાળીમાં લ્હોઢાની મેખ ન જેઈએ ! જે ત્હારે ન જોઈએ તો મ્હારે પણ ન જોઈએ.”

“પણ માણસનું મન વિષયને શરણ શાથી થતું હશે ? ખાવાનું જોઈ કેટલાંક જિવ્હાલૌલ્યવાળાં માણસોનાં મુખ દ્રવે છે, પાસે દ્રવ્ય હોવા છતાં કેટલાંક માણસોથી દ્રવ્ય જોઈ ઢાંકી કે ઉઘાડી ચોરી કર્યા વિના ર્‌હેવાતું નથી, તે જ વિષયનો વિષય જોઈ શું આ થયું હશે ? શું વિષય માં એવી વશીકાર શક્તિ છે કે જેથી વિદ્યા ડબાઈ જાય અને મનુષ્ય પશુ અને ? જો એમ હોય તો માણસને માથે જુમ્મો શી બાબત ર્‌હે? આ કાર્યનું પરિણામ મરણ છે એવું સંપૂર્ણ ભાન છતાં પાંડુ રાજ વિષયમોહિત શાથી થયો ? સ્વકીયા કે પછી પરકીયા -એમાંથી એકપણ શી બાબત જોઈએ ! પાંડુરાજાની વાતમાં શો મર્મ છે તે અલકકિશેરી, ત્હારા પ્રસંગે મને શીખવ્યું દીવાસળીમાં જેમ અગ્નિ રહે છે તેમ જ માણસમાં વિષયવાસના સદૈવ વસતી હોવી જોઈએ અને વિષય- વિષયીને પ્રસંગ પડતાં તે વાસના જાગૃત થતી હશે, સર્વે માણસમાં એમ જ હોવું જોઈએ, આવી અલકકિશોરી તેને આમ થયું. અાવાં ડાહ્યાડમરા, ગંભીર દેખાતા, આવા મ્હોટા રાજપ્રપંચના ધીટ સૂત્રધાર બુદ્ધિધનને જોઈ કોઈને એવો વિચાર થાય કે એને ગળે એક અબળાને


  1. ૧. શાકુન્તલમાંથી