હાથ પડતાં તેનું ચિત્ત શરણ થાય છે ? – અને તેમ છતાં સૌભાગ્યદેવી ! ત્હારી સત્તા અા લુગડાંલત્તાં પ્હેરનાર નાટકી કારભારી ઉપર કેટલી છે તેની સાક્ષી મ્હારો કાન પુરે એમ છે. પવિત્ર પતિવ્રતા– સૌભાગ્યદેવી – ત્હારાં સુલક્ષણ જોઈ શૈબ્યા સાંભરી આવે છે.
“ શિરપર સાડી હોડી પુરી, મેળે ચ્હડી મુખ લાજ, “ બોલે થોડું મન્દમન્દ ને મધુર જ અક્ષર-સાજ, “ ધીમી ધીમી ચાલે, જો ! જો ! પદ-નખ ઉપર જ અાંખ ! “ દેવી ! દેવી ! પવિત્ર ઉંચું કુળ તે આનું જ નામ.”[૧]
“કુલીનતાની મૂર્તિ પવિત્ર સૌભાગ્યદેવી ! આહા ! શુદ્ધ આર્યા– આર્યલોકનાં જ અંત:કરણોમાં વસેલી આર્યા ! જુનાં વર્ણનો જ વાંચ્યાથી ત્હારો પવિત્ર મોહક પ્રતાપ હું કદી પણ સમજ્યો ન હતો. વીલાયતમાં જાઓ, કે અમેરિકામાં ભમો, કે ઈરાનના દ્રાક્ષના વેલાઓની વાડીમાં જઈને ઉભા ર્હો, કે આર્મીનિયામાં આથડો - પણ કોઈ ઠેકાણે, આર્યદેશની આર્યા, તું જડવાની નથી. આર્યદેશમાં પણ હવે કલ્પિત થતી જાય છે અને ઈંગ્રેજી વિદ્યાની ઉદ્ધતતા ત્હારો નાશ પણ કરે ! પણ – સૌભાગ્યદેવી – મૂર્તિમતી આર્યા – જેવી આ આપણા દેશની ભૂમિ પૂજનીય અને પ્રિયદર્શન છે તેવી જ તું પણ છે. આહા, ત્હારા જેવાં ૨ત્નનો ધણી બુદ્ધિધન કેવો ભાગ્યશાળી ! બુદ્ધિધન, ત્હારા કારભાર કરતાં આ આર્યાને હૃદયમાં વધારે રાખજે.”
“આ તો એક વિચારમાંથી બીજે વિચારે ચ્હડ્યો. મ્હારા મનનો પ્રશ્ન એ છે કે - આવી સૌભાગ્યદેવી તે પણ બુદ્ધિધનના સ્પર્શને અભિનન્દે છે ! એ શું ?"
ગંભીર વિચારવચ્ચે અટ્ટાહાસ્યે[૨] અચિંત્યું ડોકીયું ક્હાડયું: “મ્હારા બાપરે ! આ શું ! બધું ! આ શો શરીરનો મહિમા ! આ માણસ દેખાય છે આવો માટે આવો તો ન જ હોય એ ધારવું ખોટું છે. કલ્પનાશક્તિ બહુ ઠગારી છે – એ વધારે વેગવાળી હોય તેમાં પણ લાભ નથી. આ એમ. એ. પુરી થઈ ઉંચામાં ઉંચી “ ફિલૉસૉફી ?” મગજમાં ભરાઈ ગઈ - અને તેને અંતે – તે જ માણસનો હાથ એક અબળાની છાતીપર પળવાર ટકે – અને એ માણસને મગજ તો જાણે છે જ કહી એવો બની જાય - એ શું અતર્ક્ય નથી ? એવી છબી ક્હાડી કોઈએ મ્હારી પાસે મુકી હોય તો હું નક્કી કહું છું કે હું એને અસંભવિત માનું અને હસી ક્હાડું, અરે એ તો એકવાર થયું તે થયું – પણું બીજીવાર એવું