લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૭


“ હા, અમારે શું ? જુવો તમને તો એક કાગળ આપ્યો છે. પણ વહુ પણ જોઈએ તેવી મળી છે. ટપાલવાળો ભુલમાં ભાઈનો કાગળ મને આપી ગયો અને મેં ભુલમાં ને ભુલમાં મ્હારો જાણી ફોડ્યો. જુવો, આ વહુએ કેવી પાક્કી છે ? એનાં મૂળ ઉડાં છે. બાયડીઓના સ્વભાવ તમે ભોળા ભાયડાઓ ન સમજો. અમે સમજીએ. આજથી આટલું ભાઈને ફોસલાવે છે તે અગાડી જતાં કેવી નીકળશે ? ભાઈ એને વશ આટલા થઈ ગયા છે તેનું તો ઠેકાણું એ નહી ર્‌હે અને અમે સઉને વશ થઈ જઈશું. સસરા સાથે પણ ભાઈને કાગળ લખવાનું ચાલે છે. ૨જવાડાના લોક કેવા લુચ્ચા છે તે તમે જ મને તે દિવસ ક્‌હેતાં હતા. વળી ઈંગ્રેજી ભણેલું માણસ કોઈનું નહી. વખત આવ્યે પોત પ્રકાશે. આજ તો તમે કમાઓ છો - તમારું ચાલે ને મ્હારું રાજ્ય હોય તેને સટે આ તો ઉલટી જ કથા છે ! એ ભાઈનો તમને વિશ્વાસ !”

દયામણે મ્હોંયે આ ભાષણ નીકળ્યું જોઈ શેઠ નરમ થયા અને બોલ્યાઃ “વારુ, પણ તેમાં આટલું બધું શું ?” પાસેના કાગળો વાંચવા જોઈએ જાણી ગુમાનને ખાતર વાંચી બો૯યાઃ “ આ કાગળોમાં એવું શું છે જે – હોય એ તો જવાન છોકરાં જરી લખે ગાંડું ઘેલું.”

“એમ કેમ ? એ ભાઈના હાથમાં બધું સોંપો છો તે પછી મ્હારા ધનની શી વ્હલે–ને મ્હારી શી વ્હલે – થવાની તે કંઈ વિચાર કર્યો ?"

“એટલું જ કેની ?”

“તે એ ઓછું છે ? – તમારે મન તો કાંઈ નહીં હોય ! ” વારું – વારું – એ તો થઈ ર્‌હેશે ” કરી ગુમાનને હસાવી પટાવી રમાડી બારી ઉઘાડી શેઠ બ્હાર ગયા.

આણી પાસ સરસ્વતીચંદ્રના મનમાં કુમુદસુંદરી રમી રહી હતી અને લગ્નનો દિવસ પાસે આવતો જાણી આનંદમાં ર્‌હેતો. પિતાના વ્યાપારનો ધણીરણી પોતે જ થઈ રહ્યો હતો અને પિતાનું દ્રવ્ય સ્વેચ્છાએ ખરચે તો કોઈ ના ક્‌હે એવું નથી તે પોતે જાણતો. પરંતુ ચંદ્રલક્ષ્મીને [] તેનાં માબાપ પાસેથી તેમ જ લક્ષ્મીનંદન પાસેથી અલંકાર અને ઘણુંક દ્રવ્ય મળેલું હતું અને બધો મળી તે સંચય લાખેકના સુમારનો હતો. સરસ્વતીચંદ્ર વયમાં આવતાં આ સર્વે તેના હાથમાં આવ્યું હતું અને પિતાના દ્રવ્યને જો અડકવા કરતાં ચાલતાં સુધી પોતાના જ આ દ્રવ્યમાંથી વ્યય કરતો. વાલુકેશ્વરની ટેકરી ઉપર પિતાના બે ત્રણ બંગલા હતા તેમાંથી એક બંગલો એને સાંપવામાં આવ્યો હતો. આમાં અગ્રભાગે એક પ્રધાનખંડ [] હતો તેમાં કાંઈ


  1. સરસ્વતીચંદ્રની મા
  2. ૨. દીવાનખાનું