પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦

નથી અને તમારી આજ મ્હારાપર પ્રીતિ છે પણ મ્હારા પછી આ કુમળાં બાળકનું શું થશે તે વિચારથી મને રોવું આવે છે. ધણીએ ઘણું આશ્વાસન કર્યું પણ સ્ત્રીને વિશ્વાસ ન જ આવ્યો."

"પળેપળ જાય તેમ સ્ત્રી રોતી જાય અને આંસુ આંખમાં માય નહી ! 'હાય, હાય ! આ બાળકનું શું થશે ?' એ જ વિચાર ભરાયો.”

“આખરે ધણીએ કહ્યું કે ન કરે નારાયણ ને એવો સમય આવે તો છેકરાંને ક્‌હેજે કે આ થાંભલા આગળ મને આણી આ વાત સંભારી આપે – શું ત્હારી પ્રીતિ ભુલાય એવી છે ?”

“દિવસ ગયા અને બાઈ ભાગ્યશાળી તે સૌભાગ્યવતી ગુજરી ગઈ: બાબુ ફરી પરણયો. પ્રથમની સ્ત્રીથી એક છોકરો ને છોકરી હતાં.”

“નવી વહુએ હળવે હળવે કાન ભંભેરવા માંડ્યા. નવી તો ફરીયાદી કરે – છોકરાંનું ખોટું બોલે, પણ નમાયાં બાળક – તેમનાથી માનું ખોટું કેમ બોલાય – ફરીયાદી કેમ થાય ? આખરે નવીએ બાપને ભ૨વ્યો અને ક્‌હે કે આ છોકરાં ભેગાં મ્હારાથી નહી રહેવાય - ગમે તો એ કે ગમે તો હું"

“ખરું ! સ્ત્રી હોય એટલાં નમાયાં છોકરાં હોય ? છોકરાંનું તો ગમે તે થાઓ ! સ્ત્રી ક્યાં જાય ? બાબુએ બાળકને બોલાવી કહ્યું કે - મ્હારે હવે તમે નહી – બસ જાઓ.”

“છોકરાંનાં મ્હોં દયામણાં થયાં પણ દયા કોને આવે ? 'બાપા કયાં જઈયે ?' કરી વ્હીલે મ્હોયે પુછ્યું. બાપા કોના ? રાક્ષસે કહ્યું – મને, શું પુછોછો ? જાઓ ગમે ત્યાં. પડો ખાડામાં.”

"રોતાં રોતાં નિરાધાર છોકરાં બારણા આગળ આવ્યાં. દૈત્યને દયા ન જ આવી.”

“એટલામાં છોકરી જરા ડાહીલી હતી તેને માનું કહ્યું સાંભરી આવ્યું અને ભાઈને રોતી કહે 'ભાઈ, ચાલ આટલું માનું કહ્યું કરીએ.' બેજણ પાછાં આવ્યાં.”

“કેમ પાછાં આવ્યાં–જાઓ ?” “બાપે ઘાંટો કહાડ્યો.”

"બ્હીતી બ્હીતી થરથરતી બાળકી બોલી:- “બાપા, અમે જઈએ છીયે પણ માયે કહ્યું હતું કે આ વખત આવે તો બાપાને એક વાત ક્‌હેજો તે કહીયે તો સાંભળશો ?”

“દૈત્યને દયા આવી અને સાંભળવા હા કહી.”

“છોકરાંએ ચકલીની વાત અને મા રોઈ હતી તે કહી બતાવ્યું. બાપનું અંતઃકરણ ઓગળ્યું, ભૂતકાળ સાંભરી આવ્યો, આપેલું વચન