પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪

સ્વતંત્ર પ્રકૃતિનો ચંદ્રકાંત અા અનુભવનું અભિમાન જોઈ ર્‌હે એવો નહતો. પરંતુ મિત્રનો શોધ કરવામાં વિદ્યાચતુરની સહાયતાની જરુર હતી; એ પોતાની બળેલા હૃદયની દાઝ ક્‌હાડે છે એ ભાન હતું; ઈત્યાદી ઘણાંક કારણોએ ચંદ્રકાંતને પરવશતાનો ધર્મ શીખવ્યો અને એના પીશેલા ઓઠને સમો કર્યો. મિત્રની શોધ કરવાની જરુર ન હત તો તો ચંદ્રકાંત વિદ્યાચતુરને ઉત્તર આપત જ – સરસ્વતીચંદ્રને મૂર્ખ લેખવાનો પ્રયન્ન ઇંદ્ર ઉતરીને કરવા જાય તો તે ચંદ્રકાંત સહી શકે તેમ ન હતું. પણ મિત્ર સંયોગની આતુરતાએ આ સહનશક્તિ ઉત્પન્ન કરી.

વળી વિદ્યાચતુરે કહ્યુંઃ “ચંદ્રકાંત, થનાર તે થયું. હવે દાઝ્યા ઉપર ડ્‌હામ દેવો યોગ્ય નથી. હવે તો તમે એમને શોધી ક્‌હાડો. અા સાહસથી સરસ્વતીચંદ્ર શીખાશે અને તેમનું કાળજું ઠેકાણે આવશે. મ્હારા રાજ્યમાં મુખ્ય ધર્માધિકારીની જગા બે ચાર માસમાં ખાલી પડશે ત્યાં એમનો જોગ થઈ શકશે. મ્હારી કુસુમનો વિવાહ હજી કંઈ કર્યો નથી અને એમને દેવા હું બહુ ખુશી છું. એ દ્રવ્યહીન હશે તેની મ્હારા મનમાં ચિંતા નથી. પણ આટલી સરત તો ખરી કે એમણે કંઈ પણ ઉદ્યોગમાં પડવું જોઈએ. ઈચ્છા હશે તો તો હું ઉદ્યોગમાં પાડીશ. પણ અામ અાથડ્યાં કરે તો તો મ્હારાથી કાંઈ ન થાય.”

ચંદ્રકાંત ક્રોધને ડાબી રાખવા વ્યર્થ પ્રયત્ન કરી બોલ્યો: “પ્રધાનજી, આપનો બહુ ઉપકાર માનું છું. પણ જે શાણપણ આપ ઇચ્છો છો એ મ્હારા મિત્ર માં અાવે એમ નથી - તેમાં આપની સરત પાળવાને સારું તો આવતું હોય ત્‍હોયે ન આવે. કુસુમસુંદરીનો હાથ મેળવવા સારું એ કાંઈ પણ સરત પાળે ને દ્હાડો વળે તે માનવું નહી. દુઃખ એને નરમ કરશે એ હું ધારતો નથી. આપ જેને ફાટેલું મગજ ક્‌હો છો. તેવું એનું મગજ વધારે દુ:ખથી વધારે ફાટેલું થશે. વાસ્તે આપને જે બીજો વિચાર કરવો હોય તે ખુશીથી કરવો. આપની ઈચ્છેલી યોગ્યતા એનામાં નહી આવે એ હું ખાત્રીથી કહું છું. મ્હારે તો માત્ર એમને શોધવામાં આપની સહાયતા જોઈએ છીયે તે આપી શકો તો કૃપા ન અાપો તો તેમ કરવા સ્વતંત્ર છો. અાજ સાંઝે મ્હારે નીકળવું જોઈએ.”

ચંદ્રકાંત નિર્ધન સ્થિતિમાં ઉછર્યો હતો, પણ પત્થરની ભૂમિમાં રસ્તો કરી કેટલાક છોડ ઉગી નીકળે છે તેમ આપત્તિયોને ન ગણી એણે પોતાનો ઉન્નત માર્ગ કરી દીધો હતો. પોતાના ઉપર પડેલા નિર્ધનતારૂપી પત્થરને ફાડી પરાક્રમથી ઉંચો ઉગ્યો હતો. તેને આશ્રયમાં આશ્રય માત્ર સરસ્વતી-