પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૯
પિતાની દયા નહી, મિત્રની દયા નહીં, કોમળ અંતઃકરણવાળીની દયા નહી – આ શી નિર્દયતા !
હશે. તું નિર્દય થઈશ પણ ત્હારું અંતઃકરણ નિર્દય થઈ શકનાર નથી. દૃષ્ટાન્ત – જેનો ત્યાગ કર્યો તેનાં જ દર્શન કરવા તું ગયો હોય એમ મને લાગે છે - હવે પશ્ચાત્તાપ કરજે.
દયા અને નિર્દયતા, પંડિતતા અને મૂર્ખતા, મૃદુતા અને કઠિનતા, રસિકતા અને વૈરાગ્ય, એવા કંઈ કંઈ પરસ્પરવિરોધી ગુણો કોઈનામાં ભેગા રહેતા હોય તો તે ત્હારામાં રહે છે.
પણ હરકત નહી. છેલ્લી કૃપા એટલી કરજે કે તું છે ત્યાંનો ત્યાં જ થોડા દિવસ રહેજે. પછી તું સ્વતંત્ર છે. ત્હારી પાછળ આથડવા સરજેલો જીવ તે આથડશે જ.”
“ત્હારા દર્શનને ઉત્સુક-


કયાં તું તેને ઓળખે એમ નથી ? ”



આ કાગળ વાંચી કુમુદસુંદરીનું હૃદય પાછું ભરાઈ આવ્યું, પણ એટલામાં નીચેથી જમવા તેડું આવ્યું. આંખો લોહી, સાવધાન થઈ કાગળ પોતાના કબાટમાં લુગડામાં વચાળે મુકી, સjજ થઈ નીચે ગઈ. દાદર પર ઉતરતાં ચિત્તે ગાયું:

“જોયું જોયું જગત બધું આજ, કે સર્વ નકામું રે.”

મેઘધનુષ્યનાં રંગો પેઠે ચિત્તવૃત્તિયોનું આયુષ્ય ટુંકું હોય. પુરુષવર્ગ જમી રહ્યો હતો. સ્ત્રીવર્ગ જેટલો ભરાયો હતો તે સર્વને અત્રે જ જમવાનો અલકકિશોરીયે આગ્રહ કર્યો અને તે આજ્ઞા એટલે સુધી પળાઈ કે જમેલાંને પણ ફરી જમવાનું સ્વીકારવું પડ્યું. આ સર્વ ઉત્સવકાર્યમાં ભળી જતાં કુમુદસુંદરીનું ચિત્ત ક્ષણવાર પાછું ઠેકાણે આવ્યું અને ઉત્સવ-સંસારી થયું.

સૌભાગ્યદેવીને બુદ્ધિધનની થાળી, અલકકિશોરીને વિદુરપ્રસાદની થાળી, કુમુદસુંદરીને પ્રમાદધનની થાળી, વૃદ્ધ જમનાકાકીને દયાશંકરકાકાની થાળી; એમ જે જે સૈભાગ્યવતીને પોતપોતાના પતિયોવાળી થાળીયોમાં જમવાનાં સૌભાગ્ય તૈયાર જ હતાં તેમને વાસ્તે તો કાંઈ ગોઠવણની જરુર ન હતી. બીજું જે વિશેષ મંડળ જમનાર હતું તેના ઠામ ગોઠવવાની ધામધુમ ચાલી રહી હતી. તે ચાલે છે તેટલા અરસામાં પ્રસંગને અનુસરતી એક ગરબીની કેટલીક કડીયો વનલીલાએ જોડી ક્‌હાડી સેોભાગ્યદેવીને