પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨ ૬૪

પગનો અંગુઠો ધરતીઉપર ઉંચોનીચો કરતી અને જોટવું ખખડાવતી સૌભાગ્યદેવી પતિના હાથની અને પગની આંગળિયો ગણતી કંઈક સંભળાય એમ ગણગણતી મનમાં ગાવા લાગીઃ ઘણા વર્ષ સુધી સખીપેઠે વસેલી યૌવનક્રીડાઓ વિદાય થતી હતી તેની પુઠ જોઈ સ્નેહ–બંધનને, બળે રોતી હોય અને તે છતાં નવા પ્રસંગનો, આનંદથી સત્કાર કરતી હોય તેમ મૃગનયનીની વિશાળ અાંખોમાંથી હર્ષશોકનાં અાંસુ મોતીથી સેરો પેઠે ટપકવા લાગ્યાં. અાંસુ આવે છે તેનું ભાન તો તેને હતું નહી. માત્ર ઉંડા હૃદયમાં ઉંડી પતિની મુદ્રા હતી તેમાં સમાધિસ્થ થઈ, તે શુન્ય નયનથી પતિચરણ ન્યાળતી, ભાનવિના ઝીણે સ્વરે પોતે જ સાંભળે – પતિ જ સાંભળે – એમ ગાઈ રહી: પોતે ગાય છે એ પણ ભાન ન રહ્યું.

“ મેરી ગઈ રે મથનિયાં, મેરી ગઈ રે મથનિયાં, દધિ કેસેં વલોવું ? ( ધ્રુવ. )
“ પાનિ ડોલત ! પવન ડોલત ! ડોલત સબ દુનીયાં !
“ શેષ ઉપર ભુબન ડોલત ! નાગકે નથનિયાં ! મેરી૦ ૧
“ ઝલક ઝલક અાવત મહિ, અાવત ઉભનિયાં,
“ ડસક ડસક અાંસુ આવત: ચોર ગોવર્ધનિયાં ! મેરી૦ ૨
“ પાનિમેં મુખ દેખ દેખ કરત હું રુદનિયાં,
“ ચંદ્રમાકુ ભોર ભયો ! નંદકે નંદનિયાં ! મેરી૦૩
... ... ... ... ... ... ... ... ...
“ કહત હેં કબીરદાસ, સુનો મેરે મુનિયાં,
“ નંદઘેર આનંદ ભયો–ગાવત સબ દુનિયાં ! મેરી૦ ૪
“ – મેરી તો ગઈરે મથનિયાં– મેરી૦૫

સ્ત્રીએ બન્દિજનનું કામ કર્યું તે હૃદયવડે સાંભળતો પતિ અાનંદ– યોગમાં લીન થયો - વિશુદ્ધ સ્નેહ - શિખર પામ્યો – પળવાર જીવનમુક્ત જ થયો !


પ્રકરણ ૧૭.
પ્રમાદધન અને કુમુદસુંદરી.

સમયે પ્રમાદધન ક્યાં હતો ? તે શું કરતો હતો ? પુરુષ વેરાયું પણ સ્ત્રી મંડળ તો આજ આખો દિવસ અલકકિશોરીની આસપાસ ભમવા સરજેલું હતું. કુમુદસુંદરી પણ ત્યાં જ હતી. પ્રમાદધનને બપોરે નિદ્રા ન આવી : તેનું મસ્તિક નવા સંસારનાં સ્વરૂપોથી તરવરતું હતું.