લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૭

પલંગ ભણી ગયો; પણ તેનીપર કુમુદસુંદરીએ ઉભું મુકેલું એક તત્વજ્ઞાનનું, ઇંગ્રેજી પુસ્તક હતું તે જેયું. અને જોયું કે તરત ત્યાંથી પાછો વળ્યો.

“આ શું ? કોણ જાણે શાથી – કે વાંચ વાંચ કરે છે ત્યારે જ એને જંપ વળે છે. જોને, ટેબલ ઉપર તો પુસ્તક હોય પણ પલંગ - પરે મુક્યું છે.” પુસ્તક લઈ બંધ કરી ઠેકાણે મુકયું.

પોતાને કાંઈ વાંચવાનું મન થયું. કબાટ ઉઘાડ્યું અને દૃષ્ટિ ફેરવવા માંડી. કંઈ ન જડતાં એક પોતાની જ અાણેલી ઇંગ્રેજી નવલકથા – મદનકથા – જડી તે લેઈ પલંગ પર પડ્યો અને પુસ્તક છાતી પર રાખી જરી મ્હોટે સાદે ભભકાભેર વાંચવા માંડ્યું.

એટલામાં નવીનચંદ્રવાળી મેડીમાં કાંઈ ખખડ્યું; ઉઠી બારણું ઉઘાડ્યું અને અંદર જુવે છે તો એકલી કૃષ્ણકલિકા ચારેપાસ જોતી જોતી ઉભેલી. બીજું કોઈ ન મળે.

કૃષ્ણકલિકા અંહીયાં ક્યાંથી ?

શિથિલ વૃત્તિવાળી આ યુવતિની કલ્પનામાં કોણ જાણે ક્યાંથી નવીનચંદ્ર વસી ગયો હતો અને પવિત્ર પણ અસાવધ અલકકિશોરીને તેણે પોતાનું સાધન કરવાની યુક્તિ કરી હતી તે, વાંચનાર, તને વિદિત છે. પોતાનું વૃત્ત પાંસુલ થઈ જતું બચ્યું તે પછી કિશોરી થોડીવાર સાવધ રહી અને કુષ્ણકલિકા સાથેનો પ્રસંગ ઓછો કરી નાંખવા મનમાંથી યત્ન કર્યો. પણ ભોળી સર્વ વાત ભુલી ગઈ અને કુષ્ણકલિકા ઉપર પ્રથમની પેઠે મમતા રાખવા લાગી. સૌભાગ્યદેવીને પુત્રી પાંસુલ થયાની શંકા પડી હતી પરંતુ કુમુદસુંદરી મૂર્ચ્છા પામી તેના દુઃખમાં સર્વ ઘડી ભુલી ગઈ. પાછળથી તે વાત સાંભરી પણ પુત્રીના ચિત્તમાં પશ્ચાત્તાપ થતો જણાયો અને પવિત્ર મનમાં એમ જ આવ્યું કે મ્હારી પુત્રી અપવિત્ર ન જ હોય. આ વિચારથી પોતે પોતાના ચિત્તને ઠપકો દેવા લાગી કે પળવાર પણ આ શંકા તેમાં ઉત્પન્ન થવા પામી. કુમુદસુંદરીની શંકાનું સમાધાન વનલીલાએ સમાચાર કહ્યા તે ઉપરથી થયું હતું તે આપણે જાણીયે છીયે. પરંતુ પાછળથી અલકકિશોરીથી પોતાથી જ ન રહેવાથી અને એક દિવસ ભાભી આગળ સર્વ ઈતિહાસ કહી દીધો અને કુષ્ણકલિકાને લાખો ગાળો દીધી અને નવીનચંદ્રની સ્તુતિ કરી. આ પ્રસંગનો લાભ લેઈ કુમુદસુંદરીયે ભોળી નણંદને બુદ્ધિ આપી અને કુષ્ણકલિકાની પાતક સંગતિનો ત્યાગ કરવા શીખામણ આપી. ભોળી નણંદે કુષ્ણકલિકાની સંગતિ ઓછી કરવા માંડી પણ તેની સાથે એક દિવસ તેને કહી પણ દીધું કે મને ભાભીયે આ પ્રમાણે