લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૪


લીધી. કોમળ ગાલ ઉપર પતિહસ્તના કોમળ પ્રહારની જોડે જ એ અનુમતિ મળી. લાંબા વિરહને અંતે મળ્યો હોય તેમ ખંડનને અંતે મળેલો આ વિભ્રમ ઉત્કૃષ્ટ પ્રીતિદાય હોય તેમ પતિવ્રતાએ અભિનન્દ્યો. પણ પ્રીતિદાય માગ્યું કયારે ? અાપ્યું શાથી ? દુષ્ટ કલહમાંથી પ્રણય ક્યારે થયો ? કિલ્મષ ભુલાયું કેમ ? પ્રણયવચન પતિવ્રતાએ કહ્યું કીયું ? स्त्रीणामाद्यं प्रणयवचनं विभ्रमो हि प्रियेशु ॥ કહ્યા વિના ક્‌હેવાય એવાં પ્રણયવચન દમ્પતીને ક્યાં હતાં નથી ? એવાં વચનનો ઉત્તર બોલ્યો વિના ક્યાં અપાતો નથી? प्रत्युक्तं हि प्रणयिषु सतामीप्सितार्थक्रियैव ॥ અશબ્દ પ્રણયવચનનો વિભ્રમનો – આવિર્ભાવ કુમુદસુંદરીમાં ક્યારે થયો, પ્રમાદધને ક્યારે દીઠો, વિભ્રમના ઉત્તરમાં ઇષ્ટવિભ્રમ ક્યારે મળ્યો, મૂર્ખ પ્રમાદધન આ કળા ક્યારે શીખ્યો, વિમાનના ભુલી સુશિક્ષિતાએ અશિક્ષિતનો પ્રણય શી રીતે સ્વીકાર્યોઃ ઇત્યાદિનું તત્ત્વજ્ઞાન પુરાણો માં નથી, વેદને સુઝયું નથી, વેદાંતને જડ્યું નથી, ઈંગ્રેજી વિદ્યામાં આવે એમ નથી, અને વ્યવહારીથી સમજાય એમ નથી. જેને સમજવાની અગત્ય હતી તે અંત:કરણ વણસમજાવ્યે સમજ્યાં એ ઈશ્વરની રચના, ગમે તેવા ભૂતકાળને ભુલવો, ગમે તેવા વર્તમાનથી સંતુષ્ટ રહેવું, ગમે તેવા ભવિષ્યને બળાત્કારે સારું કરવું – એ શક્તિ, એ વૃત્તિ, આર્યચિત્તની જ છે, ઈશ્વર તેને અમર રાખો.



પ્રકરણ ૧૮.

કારભારી અને કારભાર: દિગ્દર્શન.

*[]य: काममन्यू प्रजहाति राजा पात्रे प्रतिष्ठापयते धनं च ॥
विशेषविच्छ्रुतवाङ् क्षिप्रकारी तं सर्वलोक: कुरुते प्रमाणम् ॥ १ ॥
जानाति विश्वासयितुं मनुष्यान् विज्ञातदोषेषु दधाति दण्डम् ॥
जानाति मात्रां च तथा क्षमां च तं ताद्दशं श्रीर्जुपते समग्रा ॥ २ ॥
प्राप्यापदं न व्यथते कदाचिद्‍ उद्योगमन्विच्छति चाप्रमत्त: ॥
दु:खं च काले सहते महात्मा धुरन्धरस्तस्य जिता: सपन्ता: ॥ ३ ॥
न वैरमुद्दीपयति प्रशान्तं न दर्पमारोहति नास्तमेति ॥
न दुर्गतोऽस्मीति करोत्यकार्यं तमार्यशीलं परमाहुरार्या: ॥ ४ ॥


  1. ૧ - વિશેષ જાણનાર, શ્રુતવાન, અને (યોગ્ય લાગ્યું તે.) વગર ઢીલે કરનાર હેાઇનેજે રાજા રાગદ્વેષનો ત્યાગ કરે છે . અને પાત્રમાં ધનને પ્રતિષ્ઠત , કરે છે તેનેસર્વ લેાક પ્રમાણ કરે છે. ૨. મનુષ્યમાં વિશ્વાસ ઉત્પન્ન કરવો જે જાણે છે,દોષ વિજ્ઞાત થયા એટલે જે દંડ કરે છે, અને માત્રાને (માપ, અાટલે સુધી.કાર્ય વેતરવું તે,) તેમ જ ક્ષમાને - ઉભયને જે જાણે છે તેવાને સમગ્ર શ્રી
    સેવે છે. ૩. આપત્તિ પામતાં જે કદાચિત્ (પણ) વ્યથા પામતો નથી
    (ભયથી-દુ:ખથી-ધુજી લક્ષ્ય આગળથી પાછો હઠતો નથી), અપ્રમત્ત રહી
    ઉદ્યોગની પુઠ જે મુકતો નથી, પ્રસંગે (પ્રસંગ આવ્યે) જે મહાત્મા (રહી)
    દુઃખ સહે છે, અને (કાર્યની) ધુરી જે ધરે છે તેના શત્રુ જીતાયા જ. ૪. પ્રશાન્ત
    વૈરનું જ ઉદ્દીપન કરતા નથી, દર્પ પામતો નથી, ( મનમાં ) અસ્ત
    થતો નથી, અને દુર્ગતિને પામ્યો છું જાણીને ( પણ ) જે અકાર્ય કરતો.
    નથી તેને આર્યજન, પરમ અાર્યશીલ કહે છે.