સંધ્યાકાળે જયારે શઠરાયના સમાચાર જુના થઈ ગયા. પ્રમાદધન તર્કપ્રસાદ સાથે લીલાપુર ગયો, અને કાર્યભાર વિવર્ત્તની વાતોમાં વહી ગયેલો દિવસ જતો ર્હેતાં થાક્યા પાક્યા આખા સુવર્ણપુરમાં શાંત ઉતરતી રજનિ ગોરજ સમયે ઉડતી ધુળની સાથે મળી જવા માંડતી હતી, ત્યારે ઉપરના શ્લોક મનમાં ગાતો ગાતો બુદ્ધિધન ભૂપસિંહનાં અત્યારે એકાંત બનેલા વિશાળ સભાખંડમાં એકલો એકલો પગલાં ભરતો હતો અને દિવસનો ઉગ્રપ્રકાશ ન્યૂન થતાં અધિક થવા પામતા – અનેક હાંડીયો 'વાલસેટો,' વગેરેમાંના દીવાઓના – પ્રકાશથી, થાકેલી અાંખોનો શ્રમ ઉતારતો હતો.
ભૂપસિંહ ગાદી પર બેઠો અને પોતે તેના વિશ્વાસનું પાત્ર હતો તો પણ શઠરાયની શંકા ન જાગે એ હેતુથી આજ સુધી બુદ્ધિધન રાજમ્હેલમાં એકલો બેસતો નહી અને રાણા સાથે એકાંત વાત કરતો નહી. રાજમ્હેલ મુકી રાજેશ્વર જેવાં સ્થાન ખાનગી વાર્તા સારું શોધવાનું કારણ આ હતું. આજના જેવી નીરાંતે રાજમ્હેલમાં બુદ્ધિધન કદી રહ્યો ન હતો, રાણાનો વિશ્વાસ અાજ જગત્પ્રસિદ્ધ થયો, સંતાકુકડી કરવાની અણગમતી કળાને અાજ છેલ્લા નમસ્કાર કર્યા. હવે અવિશ્વાસનાં સ્થાન શમી ગયાં લાગ્યાં. રાણો અને કારભારી પરસ્પર વિશ્વાસનું સુખ અાજ પ્રથમ જ પામ્યા. ઘણો લાંબો પ્રવાસ પુરો થયો લાગ્યો.
'કારભારી કુટુંબ' ના અભિમાનવાળો અાજ કારભારી થયો. શુદ્ધ રાજપુત્ર અાજ શુદ્ધ રાજા થયો.
શઠરાય અને તેના મંડળનું શું કરવું તે ચિંતા હજી બાકી હતી. પ્રધાન વિવર્ત્ત થતાં રજવાડામાં પક્ષવિવર્ત્ત થાય છે. નવો પ્રધાન આવે એટલે જુના પ્રધાનનાં સર્વ માણસ વર્જ્ય ગણાય છે. એકથી વધારે પક્ષના હાથમાં સત્તા રહેતા નિષ્પક્ષન્યાયનો અાભાસ રહે છે અને તે આભાસથી નવી વિદ્યાવાળાઓ અને મુંબાઈવાળાઓ સંતુષ્ટ ર્હે છે એ બુદ્ધિધનને લાગ્યું. પણ અા અાભાસ રાખવો સરખો પણ દુર્ઘટ માલુમ પડ્યો. એ હાથમાં સત્તા રહી એટલે સેવે છે. ૩. આપત્તિ પામતાં જે કદાચિત્ (પણ) વ્યથા પામતો નથી ( ભયથી-દુ:ખથી-ધુજી લક્ષ્ય આગળથી પાછો હઠતો નથી), અપ્રમત્ત રહી ઉદ્યોગની પુંઠે જે મુકતો નથી, પ્રસંગે ( પ્રસંગ આવ્યે ) જે મહાત્મા (રહી) દુઃખ સહે છે, અને (કાર્યની) ધુરી જે ધરે છે તેના શત્રુ જીતાયા જ. ૪. પ્રશાન્ત વૈરનું જ ઉદ્દીપન કરતા નથી, દર્પ પામતો નથી, ( મનમાં ) અસ્ત થતો નથી, અને દુર્ગતિને પામ્યો છું જાણીને ( પણ ) જે અકાર્ય કરતો. નથી તેને આર્યજન, પરમ અાર્યશીલ કહે છે.