પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૭

એ ક્‌હેતા હતા તે ખરું અને નવીનચંદ્ર કહે છે તે ખોટું – એ બીચારું ભોળું માણસ છે – કોઈ પુસ્તક બુસ્તકમાં વાંચ્યું હશે. બસ્કિન્ સાહેબે તો જાતે જોયેલું – અનુભવેલું. અને ખરી વાત છે, એ વિના બીજે માર્ગ શો ? અધિકાર તે એક જ હાથમાં હોય. બે બાયડીનો ધણી સાંભળ્યો છે - બે ધણીની એક જ બાયડી કંઈ દીઠી છે ? વળી વીલાયતના કરતાં તો આપણે સારું છે. અભિપ્રાય એક હોવા છતાં 'વોટ' કે ? વોટસ્તો – વોટ જુદો અાપ્યો એ તો જુઠું બોલ્યાને ભાઈ જ કેની ? અાપણે અહીંયા તો ઉપરી અધિકારીનો જ વોટ – બીજા તો માત્ર સૂચના કરે. અને એમ કરતાં યે પક્ષવિનાનું રાજ્ય સાંભળ્યું છે કંઈ? ઈશ્વરને ઘેર પણ જુવો – દેવ ને દાનવનો પક્ષ અને ઈંગ્રેજોના ધર્મમાં યે શું છે – એમના ઈશ્વરને મન ફીરસ્તાઓ કહે તે ખરું અને શેતાન અને એનો પક્ષ ક્‌હે તે બધું યે ખોટું – એ પક્ષ લુચ્ચો, જુઠો, નીચો અને સઉ રીતે ખોટો, સદા કાળ નરકમાં ર્‌હેવાને સરજેલો. ત્યારે તો આપણો ઈશ્વર એવો પક્ષપાતી નથીઃ દાનવો અા અવતારે નહી તો બીજે અવતારે સુધરે ” – અામ મનમાં ક્‌હેતો ક્‌હેતો બુદ્ધિધન પુષ્કળ હસ્યો અને એક તકીયા આગળ નીરાંતે પડ્યો.

સર્વ વિચારી બુદ્ધિધને વિચાર કર્યો કે જુની રીત જ સારી છે. એટલું તો ખરું કે એમાં કાંઈ ભીતિ તો નથી જ. ત્યારે હવે પોતાનો પક્ષ કોને ગણવો અને પારકો કોને ગણવો ?

બુદ્ધિધન ફરી પુષ્કળ હસ્યો અને પોતાને મૂર્ખ ગણવા લાગ્યો: વળી એ તે વિચાર ? પોતાના તે પોતાના ને પારકા તે પારકા ! અા યે મૂર્ખાઈ જ કેની કે અાવા અાવા યે વિચાર કરવા ?–” વિચારમાળા પડતી મુકતાં મુકતાં કાંઈક ભૂતકાળ સાંભર્યો અને મ્હોં લેવાઈ ગયું. પોતાના મંદવાડમાં દુષ્ટરાયે મોકલેલી વિધવાએ પોતાના કુટુંબનું અપમાન કર્યું હતું – દીકરાની ઉપર બાપની પાસે ફરીયાદી કરવી નિરર્થક હતી – તે સાંભર્યું. પોતાના પક્ષના માણસોના દેાષ થતાં પ્રજા પોતાની પાસે ફરીયાદ કરવા નહીં અાવી શકે – બીચારી કચડાશે – પોતે પામ્યો હતો તેવી જ અવસ્થા કોઈને પામવા વખત આવશે તો એ પાપ કોને માથે ? અધિકારનો નીશો પોતાના માણસોને ચ્‍હડશે અને કદી જાણ્યો અજાણ્યો જુલમ કરશે તો પ્રમાદધનનો અથવા એવા બીજાનો જ – દેાષ "બુદ્ધિધન ! ત્હારી પાસે કોણ ક્‌હાડશે ?" એ પ્રશ્ને એનું મસ્તક ભમાવ્યું. “ હું હતો એવી જ દશામાં અાજ કેટલા હશે અને મ્હારાં માણસોથી છુંદાતાં ચંપાતાં તે અનાથ વર્ગનો શો અાશરો ર્‌હેશે ? અરેરે - શું કારભાર એટલે આવા ગુંચવારા ? – ઈશ્વર! મ્હારે તો કારભાર નથી જોઈતો ! અા ગુંચવારો – આ પાપ – કોણ વ્હોરે? - મ્હારે તો