લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૯

कृतश्चित्तस्तम्भ: प्रहसितधियामन्ञ्जलिरपि
स्वमाशे मोधाशे किमपरमतो नर्तयसि माम् ॥"[]

હજી શઠરાય સાંભર્યા કર્યો. આજ સવાર સુધીના દિવસ સ્વપ્ન પેઠે દ્રષ્ટિ આગળ ખડા થયા બાંકડા ઉપર સુતો - ફુવારાના પાણીવાળો શીતલ પવન પ્રિય લાગવા માંડ્યો. પોતે મૂળ એક રંક માણસ તે અાજ સુવર્ણપુરના મહારાજના વૈભવનો અંશભાગી છે એ ભાન થયું. આ સર્વ ઘસાઈ ભવિષ્ય ભૂત જેવું થનાર લાગ્યુંઃ પ્રાતઃકાળનો ભવ્ય દરબાર શૂન્ય થયો !

"भ्रात: कष्टमहो महान्स नॄपति: सामंतचक्र च तत्
पार्श्वे तस्य च सापि राजपरिषत्ताश्चन्द्रबिम्बानना: ॥
उद्रिक्त: स च राजपुत्रनिवहस्ते बन्दिनस्ता: कथा:
सर्वं यस्य वशादगात् स्मृतिपदं कालाय तस्मै नम: ।"

[]

“પ્રાત:કાળનો ભવ્ય દરબાર શૂન્ય થયો – સ્મરણશેષ થઈ ગયો. જ કેની – અત્યારે એમાંનું કાંઈ છે ?”

"रम्यं हर्म्यतलं न किं वसतये श्राव्यं न गेयादिकम्
किं वा प्राणसमासमागमसुखं नैवाधिकं प्रीतये ॥
किं तूभद्रान्तपतत्पतंगपवन्व्यालोलदिपाङ्कर-
च्छायाण्ञ्चलमाकलय्य सकलं सन्तो वनान्तं गता: ॥[]


આ વિચારમાં ને વિચારમાં શીતલ પવનલહરીથી – ચારે પાસથી અાવતા પુષ્પપવાસથી - અાંખ મીંચાઈ અને બુદ્ધિધન પળવાર ચિન્તામુક્ત થઈ


  1. ૧. ખળ લેાકનાં ગર્વિષ્ટ વચન સહ્યાં – તે પણ પરાકાષ્ઠા પામી તેમને અારાધન કરતા જતાં જતાં; અંતર્નું અાંસુ અંતર્માં ને અંતર્માં ડાબી રાખી મન શૂન્ય હોવા છતાં - હસ્યો પણ ખરેા; ચિત્તને રોકી રાખ્યું; હસવા યોગ્યબુદ્ધિવાળાએાની પાસે પ્રણમાંજલિ કર્યોઃ– ઓ તું અાશા ! એા નિષ્ફળ અાશા ! અાથી વધારે તે મને તું શું નચાવનારી હતી ?
  2. ર.એ ભાઈ ! અા કષ્ટ સામું તો જો ! મહાન એ ભૂપ, એ એનુંસામંત મંડળ, એની પાસેની વળી પેલી રાજાએાની સભા, પેલાં ચંદ્રબિમ્બજેવી મુખવાળીયો, ઉદ્વેકભર્યો પેલા રાજપુત્રોનો સમાજ, પેલા બન્દિજનો,પેલી કથાએા:– અાવું અાવું સર્વ જેને લીધે સ્મરણમાં જ ર્‌હેનારું બની ગયું.તે કાળને નમસ્કાર કર !
  3. ૩.હર્મ્ય (મહેલ) ની અગાશીયોમાં રહેવું એ શું રમ્ય નથી લાગતું?ગાયન આદિ સાંભળવું શું નથી ગમતું ? કે શું પ્રાણસમીનું સમાગમસુખ અધિકપ્રીતિનું પાત્ર નથી થતું ? – પણ – પણ – વાત એટલી જ છે કે જો પળવાર ઉંચેચગી પડી જનાર પતંગીયાની પેઠે – પવનથી કંપતા દીપના અંકુર પેઠે - છાયાપેઠે - વસ્તુમાત્રને ચંચલ જોઈ સત્પુરુષે વનાન્તમાં ચાલ્યા ગયા છે !