પ્રસન્ન કરવાના જ અથવા તેને અપ્રસન્ન ન થવા દેવાના હેતુથી પોતાના અંત:કરણને ઢાંકી નવીન–અભિત્તિ ચિત્ર જેવું-શબ્દજાળ રચવું પડે, જરી પણ વૈતથ્યવાળી[૧] વૃત્તિ બતાવવી પડે:- આ સેવક - ભાવ નવીનચંદ્રને પવિત્ર ચિત્તનો અપભ્રંશકર લાગ્યો. જે સેવ્યભાવ જાણ્યે – અજાણ્યે પણ અા દશાનો ઉત્પાદક થઈ પડે છે તે સ્વ-પર-પાતક લાગ્યો. અા અપભ્રંશ અને પાતકતાના હેતુ ઉભય ભાવના સ્વભાવભૂત-પ્રકૃતિસ્થ–લાગ્યા અને પળવાર પ્રત્યક્ષ સ્વમમાંથી દ્રષ્ટિને અંત:સંક્રાત કરી પાસે કોઈ ન હોય તેમ મનમાં બોલી ઉઠ્યો, “ખરી વાત છે !"
" The man
"Of virluous Soul commands not, nor obeys.
"Power, like a desolating pestilence,
" Pollutes whate'er it touches; and obedience,
"Bane of all genius, virtue, freedom, truth,
"Makes, slaves of men, and of the human frame
"A mechanized automation. ”*[૨] [૩]
કોણ જાણે ક્યાંથી આ કવિતા તેના સ્મરણમાં સ્ફુરી આવી અને વિચારમાં પડી પાછળના ઝાડને ટેકો દેઈ તે પોતાના ઘરમાં હોય તેમ કવિતાના છેલાં ચરણ બોલતાં બોલતાં તેના હાથ છાતી ચાંપી પાછો અચીન્ત્યા પ્હોળા – છુટા થઈ બે પાસ પડ્યા. ઈંગ્રેજ કવિનો તીવ્ર વેગ પળવાર અાર્ચમસ્તિકને તીવ્ર સુરા પેઠે ચમકાવવા લાગ્યો. “ રાણાને અનુકૂળ કરી દેવા અમાત્યે નાટક ભજવ્યું ! વિશુદ્ધિનો એ જ અપધ્વંસ ! પોતાની સત્તાએ આ નાટક ઉત્પન્ન કરવા સમય આણ્યો - રાણા ! એ ત્હારી સત્તાનું દુષ્ફલ ! માનવી માનવી પર આજ્ઞા કરે – માનવી માનવી પાસે ક્ષુદ્ર બની જાયઃ એ ઉભય પરિણામ અનિષ્ટ છે !” વિચારની ચમક મસ્તિકના આખા ક્ષિતિજમાં વીજળીની ત્વરાથી દોડાદોડ કરવા લાગી. અન્તે ચમક થાકતાં મન્દ ચંદ્રિકા પેઠે આર્ય કોમળતા સ્ફુરવા લાગી. “ ઈશ્વર, તને ગમ્યું તે ખરું. તને લાગી તે ઘટના યોગ્ય.” “ મને લાગે છે કે મ્હારી દ્રષ્ટિ જ એવી
- ↑ ૧. અસલ રૂપ હેાય તેથી જુઠું–જુઠું તે વિતથ; વૈતથ્ય=વિતથપણું.
- ↑ * Shelley's Queen Mab.
- ↑ " વિશુદ્ધ આત્માવાળો પુરુષ આજ્ઞા કરતો નથી. ઉપાડતો નથી, જગતનેશૂન્ય ક૨ના૨ કેાઇ સર્વવ્યાપી રોગની પેઠે સત્તા જેને સ્પર્શે છે તેને ભ્રષ્ટકરી દે છે; અને સર્વ બુદ્ધિ, શુદ્ધિ (સદ્દગુણ), મુક્તિ (સ્વતંત્રતા), અને સદુક્તિ(સત્યોક્તિ) એ સર્વના વિષ જેવું આજ્ઞાધારણ માનવીને દાસ કરી દે છે અનેઆ માનુષી ધટનાને માત્ર એક ગતિમાન જડયંત્ર જેવી કરી મુકે છે.”